તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
જૂની કલેકટર કચેરીમાં આવેલી આર્કિયોલોજીિસ્ટ વિભાગની સંપતિ જપ્ત કરવા આદેશઃ અધીકારીઓ દોડયા
કોર્ટના અધીકારીઓ-ખેડૂતો-વકીલો પહોંચ્યા ૧૨૫ એકર જમીન સંપાદિત કરવાનો મામલો

રાજકોટ, તા.૯: કચ્છના ઐતિહાસિક સ્થળ ધોળાવીરા ખાતે આર્કિયોલોજિસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ ૧૨૫ એકર જમીન સંપાદનનો મામલો ખેડૂતોને લાંબા સમયથી વળતર ન ચૂકવતા અંતે કોર્ટે કડક વલણ અપનાવી રાજકોટ ખાતે રહેલી જૂની કલેકટર ઓફિસ કંપાઉન્ડમાં રહેલી વિભાગની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો છે.જેને લઇ આજે કોર્ટના અધિકારીઓ તેમજ ખેડૂતો અને વકીલો દ્રારા વિભાગની ગાડીઓ, ફર્નિચર અને કોમ્પ્યુટર જેવી મિલકતો જપ્ત કરવાના માટે પોચ્યા હતા.
ધોળાવીરામાં પ્રવાસન અને સંશોધનના હેતુથી ભારતીય પુરાતત્વવિદ દ્વારા ૧૨૫ એકર જમીન સંપાદિત કરવામાં આવી હતી. જોકે, આ જમીન સામે ખેડૂતોને પૂરતું વળતર મળ્યું નહોતું. ન્યાયની આશાએ ખેડૂતોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.૩૧ જુલાઈ ૨૦૨૩ના રોજ ભચાઉ કોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી વધુ વળતર મંજૂર કર્યું.અમલીકરણનો અભાવે કોર્ટના આદેશ છતાં વિભાગ દ્વારા નાણાંની ચૂકવણી કરવામાં આવી નહોતી.
વિભાગ આ મામલાને હાઈકોર્ટમાં લઈ ગયું હતું, પરંતુ ત્યાં પણ તેમને નિષ્ફળતા મળી હતી. હાઈકોર્ટે વિભાગની આકરી ઝાટકણી કાઢતા સવાલ કર્યો હતો કે, ‘‘ખેડૂતોને હજુ સુધી વળતર કેમ ચૂકવવામાં આવ્યું નથી?'' આ સાથે જ કોર્ટે વિભાગને રૂપિયા ૧ લાખનો દંડ પણ ફટકાર્યો હતો.હાઈકોર્ટના કડક વલણ બાદ આજે રાજકોટ સિવિલ કોર્ટે અધિકારીઓ ભારતીય પુરાતત્વવિદ વિભાગની ગાડીઓ, ફર્નિચર અને કોમ્પ્યુટર જેવી મિલકતો જપ્ત કરવાના આદેશ જારી કર્યા છે.
કોર્ટના આદેશ મુજબ આજે જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવવી હતી. કોર્ટના અધિકારીઓ અને વકીલો કચેરીએ પહોંચ્યા હતા, ચીજવસ્તુઓ જપ્ત કરવાનું શરૂ કર્યું હતું
(4:25 PM IST)










