<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

વસતિ ગણતરી અંગે કલેકટર દ્વારા તૈયારીઓઃ સ્‍ટાફના ઓર્ડરોઃ ઉપરાંત પાંચ નાયબ મામલતદારની બદલી

પ્રથમ તબક્કામાં ઘરયાદી- મકાન ગણતરી ૨૦ એપ્રીલથી શરૂ થશેઃ બીજા તબક્કામાં ૨૦૨૭થી વસતિ ગણતરી

રાજકોટ તા.૧૦: ભારત સરકાર દ્વારા આગામી ‘વસ્‍તી ગણતરી-૨૦૨૭' હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેને લઇ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્‍યું છે. વસ્‍તી ગણતરી માટે સ્‍ટાફની નિમણૂક શરૂ કરી દેવામાં આવી છે. ગઇકાલે સાંજે રાજકોટ જિલ્લા કલેક્‍ટર ડો. ઓમપ્રકાશ દ્વારા વસ્‍તી ગણતરીની કામગીરી માટે ખાસ અધિકારીઓ અને ક્‍લાર્કની નિમણૂક કરતા ઓર્ડરો કરાયા છે. આ આદેશોમાં  રાહુલ બી. ચૌહાણ પુરવઠા નિરીક્ષક જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ, કોમલ એન. વાઢેર નાયબ મામલતદાર મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા પ્રદિપ કે. પરમાર ક્‍લાર્ક સહિતના અધિકારીઓને વસ્‍તી ગણતરીની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, વસ્‍તી ગણતરીની આ પ્રક્રિયા બે મુખ્‍ય તબક્કામાં વહેંચવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કો (ઘરયાદી અને મકાન ગણતરી) આ કામગીરી આગામી ૨૦ એપ્રિલ ૨૦૨૬ થી ૧૯ મે ૨૦૨૬ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે.બીજો તબક્કો (વસ્‍તી ગણતરી) મુખ્‍ય વસ્‍તી ગણતરીની પ્રક્રિયા ફેબ્રુઆરી-૨૦૨૭ દરમિયાન હાથ ધરવામાં આવશે.

આગામી દિવસોમાં તાલુકા વાઈઝ વસ્‍તી ગણતરી અંગે સ્‍ટાફ તેમજ ટ્રેનિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવશે અને ૨૦ ફેબ્રુઆરીથી વસ્‍તી ગણતરી શરૂ કરી દેવામાં આવશે.આ ઉપરાંત કલેકટર દ્વારા અન્‍ય પાંચ નાયબ મામલતદારોના ઓર્ડરો કરાયા છે, જેમાં અંકિત શેખડા, કનુભાઇ પરમાર, યોગીરાજસિંહ ગોહીલ, વસીમ રીઝવી તથા હિતેન્‍દ્રસિંહ ચૂડાસમાનો સમાવેશ થાય છે. યોગીરાજસિંહને રાજકોટ સીટી પ્રાંત-૧માં  શિરસ્‍તેદાર તરીકે તથા હિતેન્‍દ્રસિંહ ચૂડાસમાને પુરવઠામાં મૂકીને કામગીરી મહેસૂલ શાખામાં કરવા સૂચના અપાઇ છે.

(4:08 PM IST)