<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

ગ્રીનલેન્‍ડ ચોકડી પાસેથી અડધા કરોડની વ્‍હેલ માછલીની ઉલ્‍ટી સાથે એસઓજીએ બેને દબોચ્‍યા

અમદાવાદથી સુમિત અને મયુર ગ્રાહક શોધવા રાજકોટ આવ્‍યા ને પોલીસ ભેટી ગઇ : એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી. એમ. જાડેજાની ટીમની કાર્યવાહીઃ હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, કોન્‍સ. અનોપસિંહ ઝાલાની બાતમીઃ ૪૬.૩૦ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ આગળની તપાસ માટે વન વિભાગને સોંપાયા

રાજકોટ તા. ૯: વધુ એક વખત શહેર એસઓજીએ સંરક્ષીત દરીયાઇ જીવોના અવશેષોની ફેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. વધુ એક વખત એમ્‍બરગ્રીસ-વ્‍હેલ માછલીની ઉલ્‍ટી સાથે બે શખસને પકડી લેવાયા છે. અમદાવાદના બે શખ્‍સો અડધા કરોડ આસપાસની કિંમતના એમ્‍બરગ્રીસ સાથે રાજકોટ કુવાડવા રોડ પર ગ્રીન લેન્‍ડ ચોકડી પાસે ગ્રાહકની શોધમાં છે તેવી બાતમી પરથી શહેર એસઓજીની ટીમે ત્‍યાં પહોંચી જઇ બંનેને સકંજામાં લઇ તલાશી લેતાં રૂા. ૪૬,૨૦,૦૦૦ની કિંમતનું એમ્‍બરગ્રીસ કબ્‍જે કરી બંનેને અટકાયતમાં લઇ વધુ તપાસ માટે વન વિભાગને સોંપ્‍યા છે.

જાણવા મળ્‍યા મુજબ દરિયાઇ વિસ્‍તાર વન્‍ય પ્રાણી સંરક્ષણ અધિનીયમ હેઠળ આવતો હોઇ દરિયાઇ જીવનોના અવેશેષોના વેંચાણ અને સંગ્રહ કરવા ઉપર તેમજ હેરાફેરી કરવા ઉપર પ્રતિબંધ હોઇ આમ છતાં આવી પ્રવૃતિ કોઇ કરતાં હોય તો તેને શોધી કાઢવા શહેર એસઓજીની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા અને કોન્‍સ. અનોપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે વ્‍હેલ માછલીની ઉલ્‍ટી-એમ્‍બરગ્રીસ સાથે બે શખ્‍સ ગ્રીનલેન્‍ડ ચોકડી નજીક ગ્રીનલેન્‍ડ ગ્‍લોક્‍સી બિલ્‍ડીંગ નજીક આવ્‍યા છે અને આ પદાર્થ વેંચવા માટે ગ્રાહકની શોધમાં છે.

આ બાતમીને આધારે એસઓજીની ટીમ ત્‍યાં પહોંચી હતી અને બાતમી મુજબના બંને શકમંદને સકજાં લીધા હતાં. તેની પાસે શંકાસ્‍પદ પદાર્થ હોઇ તેનું પરિક્ષણ કરાવતાં એમ્‍બરગ્રીસ હોવાનું ખુલ્‍યું હતું. આ શખ્‍સોએ પુછતાછમાં પોતાના નામ સુમિત શ્રીકાંતભાઇ ધુલમ (ઉ.વ.૩૭-રહે. અમરાઇવાડી, શીવાનંદનગર, નાગરવેલ હમુનમા પાસે, ગલી નં. ૭૫/૧૨૭૨ અમદાવાદ) તથા મયુર મહેન્‍દ્રભાઇ ભાવસાર (ઉ.વ.૧૯-રહે. માધવ પાર્ક, શેરી નં. ૨, ઘર નં. ૩૨ એસપી રીંગ રોડ વષાાલ, માધવ સ્‍કૂલ પાસે ભાડેથી, અમદાવાદ) જણાવ્‍યા હતાં.

પોલીસની પુછતાછમાં બંનેએ કબુલ્‍યું હતું કે પોતાની પાસેનો પદાર્થ વ્‍હેલ માછલીની ઉલ્‍ટી છે જે તેઓ અમદાવાદના એક શખ્‍સ પાસેથી લાવીને રાજકોટ વેંચવા આવ્‍યા હતાં. એસઓજીએ આ મામલે વન વિભાગને જાણ કરી બંને શખ્‍સોને વધુ પુછતાછ માટે વન વિભાગની ટીમને સોંપ્‍યા હતાં. આ શખ્‍સો પાસેથી ૦.૪૬૨ કિલોગ્રામ એમ્‍બરગ્રીસ રૂા. ૪૬,૨૦,૦૦૦નું તથા બે મોબાઇલ ફોન રૂા. ૧૦ હજારના મળી કુલ રૂા. ૪૬,૩૦,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચેૈતન્‍ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એમ. વી. જાડેજા, હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, અમરદિપસિંહ વાઘેલા, છત્રપાલસિંહ રાણા, કોન્‍સ. અનોપસિંહ ઝાલા, રોહિતસિંહ જાડેજા અને રવિરાજભાઇ ધગલે આ કામગીરી કરી હતી. 

 

(4:13 PM IST)