<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

પોસ્‍ટ ઓફિસ-પાસપોર્ટ ઓફિસને બોમ્‍બથી ઉડાવવાની ધમકી : જુઓ વિડીયો

પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં બપોરે બાર વાગ્‍યે આઇએસઆઇ-કરૂણાનિધીના નામે ઇ-મેઇલ મોકલાયો : એસીપી બી. જે. ચોૈધરી, એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર અને ટીમોએ કચેરીઓ ખાલી કરાવી બોમ્‍બ સ્‍ક્‍વોડ-ડોગ સ્‍ક્‍વોડની મદદથી ખુણેખુણા ચેક કર્યાઃ કંઇ ન મળતાં રાહત : ધમકી ભર્યો ઇ-મેઇલ મોકલનાર સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરાશેઃ એસીપી બી. જે. ચોૈધરી

પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં ઇ-મેઇલ કરી  પાસપોર્ટ ઓફિસ અને હેડ પોસ્‍ટ ઓફિસને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીને પગલે એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ સંજયસિંહ જાડેજા,  પીઆઇ બી. વી. બોરીસાગર સહિતની ટીમે  બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડ સાથે બંને કચેરીઓ ખાતે પહોંચી કચેરી ખાલી કરાવી તપાસ કરી હતી. જો કે કંઇ શંકાસ્‍પદ મળી આવ્‍યું નહોતું. જેથી સોૈએ રાહત અનુભવી હતી. બંને કચેરીઓ ખાતે થઇ રહેલી તપાસના દ્રશ્‍યો જોઇ શકાય છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦: અવાર-નવાર રાજકોટની કોર્ટ, પોસ્‍ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવતી રહે છે. આજે વધુ એક વખત પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં ઇ-મેઇલ કરી  મુખ્‍ય પોસ્‍ટઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ખાતે બોમ્‍બ મુકવામાં આવ્‍યો છે તેવી ધમકી આપતાં બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડનો કાફલો, સ્‍થાનીક પોલીસની ટીમો, એસઓજી અને એસીપી પヘમિ સહિતના પહોંચ્‍યા હતાં અને કેચરીઓ ખાલી કરાવાઇ હતી ખુણેખુણા ચેક કરાયા હતાં. જો કે બંને કચેરીમાંથી કંઇપણ શંકાસ્‍પદ મળ્‍યું નહોતું. હાલ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ કરી ઇ-મેઇલથી ધમકી આપનારને શોધી કાઢવા તપાસ શરૂ કરવામાં આવી છે.

શહેરની મુખ્‍ય પોસ્‍ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે વિગતો આપતા એસીપી પヘમિ બી.જે. ચૌધરીએ જણાવ્‍યું હતું કે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમને બપોરે ૧૨ વાગ્‍યાની આસપાસ એક ઈ-મેઇલ મળ્‍યો હતો. જેમાં શહેરની મુખ્‍ય પોસ્‍ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્‍બ મૂકવામાં આવ્‍યો હોવાની ધમકી આપવામાં આવી હતી. આ ગંભીર મેસેજ મળતા જ રાજકોટ શહેરની બોમ્‍બ ડીસ્‍પોઝલ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડ, એસઓજી અને સ્‍થાનિક એ-ડિવીઝન પોલીસનો કાફલો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગયો હતો.

વધુમાં તેમણે માહિતી આપી હતી કે, સાવચેતીના ભાગરૂપે બંને કચેરીઓના તમામ કર્મચારીઓને હાલ ઓફિસની બહાર સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્‍યા છે. પોલીસની વિવિધ ટીમો દ્વારા હાલ કચેરીઓના ખૂણેખૂણામાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્‍યું હતું. જો કે તપાસને અંતે કંઇ મળ્‍યું નહોતું. સંપુર્ણ તપાસ પુર્ણ થયા બાદ અને કોઈ શંકાસ્‍પદ વસ્‍તુ નહીં મળતાં કચેરીના અધિકારીઓ, કર્મચારીઓને ફરીથી અંદર પ્રવેશવા દેવામાં આવ્‍યા હતાં.

આ ધમકીભર્યા ઇ-મેઇલ બાબતે વાત કરતા એસીપી બી. જે. ચૌધરીએ વધુમાં જણાવ્‍યું હતું કે ઈ-મેઇલમાં આઈએસઆઈ અને કરૂણાનિધિ જેવા નામોનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. આ બાબતે સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોર્ટ અને અન્‍ય મહત્‍વના સ્‍થળોએ આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ મળવાની ઘટનાઓ બની ચુકી છે, જે તમામ પાસાઓને ધ્‍યાને રાખીને હાલ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

તાજેતરમાં જામનગર રોડ પરની નવી કોર્ટને બોમ્‍બથી ઉડાવી દેવાનો ઇ-મેઇલ કોર્ટમાં મળતાં એસઓજી, બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍કવોડ દ્વારા તપાસ કરાઇ હતી. પણ કંઇ મળ્‍યું નહોતું. ત્‍યાં હવે પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં આઇએસઆઇ-કરૂણાનિધીના નામે ઇ-મેઇલ કરી ફરી એકવાર મુખ્‍ય પોસ્‍ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતાં કચેરીઓમાં ફફડાટ ફેલાયો હતો. જો કે તપાસને અંતે કંઇ ન મળતાં સોૈએ રાહત અનુભવી હતી. ડીસીપી હેતલ પટેલની રાહબરીમાં એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ બી. વી. બોરીસાગર, પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને તેમની ટીમોએ તપાસ કરી હતી. 

વિગતો જણાવતાં એસીપી પヘમિ બી. જે. ચોૈધરી

(3:26 PM IST)