<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

પામોલીનમા ૩૦-કપાસીયા તેલમાં ૧પ રૂા. ઘટયા

 

રાજકોટ, તા., ૧૦: ઇઝરાયેલ અને ઇરાન વચ્‍ચેના યુધ્‍ધના પગલે ગઇકાલે ખાદ્યતેલોના ભાવો સળગ્‍યા બાદ આજે ભાવો ઘટયા હતા. પામોલીનમાં ૩૦ રૂા. અને કપાસીયા તેલમાં ૧પ રૂપીયાનો ઘટાડો થયો છે. યુધ્‍ધ પુરૂ થવાના સંકેતે ક્રુડના ભાવો ઘટતા સ્‍થાનીક બજારમાં આજે પામોલીન તેલમાં ૩૦ રૂા. ઘટયા હતા. પામોલીન તેલ લુઝના ભાવ ઘટીને ૧ર૯૦ થી ૧૩૦પ રૂા. બોલાયા હતા. ગઇકાલે એક જ ઝાટકે ૬૦ રૂા. વધ્‍યા બાદ આજે પામતેલના ભાવોમાં ગાબડુ પડયું હતું. પામતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧પ રૂા. ઘટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ઘટીને ૧૩પ૦ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ર૩૬૦ થી ર૩૯૦ રૂા. હતા. તે ઘટીને ર૩૪પ થી ર૩૭પ રૂા. થયા હતા. સીંગતેલના ભાવમાં બપોર સુધીમાં કોઇ વધઘટ ન હતી.

(4:13 PM IST)