<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

પંચવટી સોસાયટીમાં ‘સ્‍ટેન્‍ડિંગ ચેરમેન'નું ગેરકાયદે બાંધકામઃ વિપક્ષનો આક્ષેપ

વિપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા અને કોર્પોરેટર કોમલબેન ભારાઈએ મ્‍યુનિ.કમિશનરને પત્ર પાઠવ્‍યોઃ તંત્રને કાર્યવાહી કરવા માંગ

રાજકોટ તા.૧૦: શહેરના વોર્ડ નંબર ૮ માં આવેલી પંચવટી સોસાયટીમાં સ્‍ટેન્‍ડિંગ ચેરમેન જયમીન ઠાકરનો બની રહેલા બંગલાના બાંધકામમાં મ્‍યુનિસિપલ કોર્પોરેશનના નિયમોના ધજાગરા ઉડતા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને કોર્પોરેટર કોમલબેન ભારાઈએ આ મુદ્દે મ્‍યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી તટસ્‍થ તપાસની માંગ કરી છે.

વિપક્ષના સભ્‍યોએ કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, પંચવટી સોસાયટી શેરી નંબર ૨ માં બગીચાની બાજુમાં બની રહેલા આલિશાન બંગલામાં મંજૂર થયેલા પ્‍લાન વિરુદ્ધ બાંધકામ થઈ રહ્યું છે. સ્‍થળ પરની ચકાસણી દરમિયાન માર્જિનની જગ્‍યામાં બાંધકામ કરી લેવામાં આવ્‍યું છે અને આગળના પોર્ચના ભાગમાં પણ ગેરકાયદેસર બાંધકામ ચાલુ હોવાનું સામે આવ્‍યું છે. સ્‍ટેન્‍ડિંગ કમિટી ‘‘ચેરમેન'' ના નામે બાંધકામ ચાલતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ વિવાદમાં સૌથી મોટો વળાંક ત્‍યારે આવ્‍યો જ્‍યારે વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો કે આ બંગલો કોર્પોરેશનના એક મોટા પદાધિકારીનો છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે કે, સ્‍થળ પર કામ કરતા મજૂરો સાથે વાતચીત કરતા જાણવા મળ્‍યું હતું કે આ બંગલો ‘‘ચેરમેન'' નો બની રહ્યો છે. સત્તાના જોરે નિયમોને નેવે મૂકીને થઈ રહેલા આ બાંધકામ સામે સોસાયટીના રહીશોમાં પણ આヘર્ય ફેલાયું છે.

‘‘કાયદો અને નિયમ શહેરના સામાન્‍ય નાગરિક અને પદાધિકારી એમ દરેક માટે સમાન હોવા જોઈએ. જો કોઈ મોટા હોદ્દા પર બેઠેલી વ્‍યક્‍તિ જ ગેરકાયદે બાંધકામ કરે તો તે અસ્‍વીકાર્ય છે. આ મામલે સત્‍વરે તપાસ કરી યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.'' વશરામભાઇ સાગઠિયા અને કોમલબેન ભારાઇ દ્વારા કરવામાં આવી છે.

હવે જોવાનું એ રહેશે કે, શાસક પક્ષના પદાધિકારી સાથે જોડાયેલા આ વિવાદમાં તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામ અટકાવવામાં આવે છે કે કેમ.

 

(2:45 PM IST)