<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

ગટરની સફાઇ માટે રોબોટીક વાહનો તૈનાતઃ જેનરોબોટીક્‍સની રાજકોટમાં પહેલ

રાજકોટ : તા.૧૦, ભારતની રોબોટિક્‍સ ઉત્‍પાદન જેનબોટિક્‍સે ગટર સફાઇની જોખમી કામગીરી દૂર કરવા માટે રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (આરએમસી) માટે ત્રણ બન્‍ડીકૂટ મોબીલીટી રોબોટ તૈનાત કર્યા છે.

વાહન પર લગાવવામાં આવતી આ રોબોટિક્‍સ મેનહોલ ક્‍લિનિંગ સિસ્‍ટમ Bandicoot સિરીઝમાં સોૈથી આધુનિક અને સોૈથી મોટું મોડલ છે. જે જગ્‍યાઓ પર પરંપરાગત અને મોટા મશીનો પહોંચી શકતા નથી ત્‍યાં Bandicoot Mobility + ને અસરકારક રીતે કામે લગાડી શકાય છે.

આ સિસ્‍ટમમાં ઝેરીગેસને ઓળખવાની ક્ષમતા સહિત રોબોટિક્‍ આર્મ્‍સ, હાઇ-રિઝોલ્‍યુશન અને રિયલ-ટાઇમ મોનિટરિંગ જેવી સુવિધાઓ છે જેનાથી સ્‍વચછતા કર્મચારીઓ જોખમી મેનહોલમાં ઉતર્યા વિના જ જમીન ઉપરથી રોબોટ દ્વારા સુરક્ષિત રીતે કામગીરી કરી શકે છે.

આ સાથે સ્‍ટાર્ટઅપે એક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. તેણે આ પ્રકારે દેશભરમાં ૨૭૫ રોબોટિક સિસ્‍ટમ કામે લગાડી છે જે ક્ષેત્રે કોઇ એક કંપની દ્વારા સોૈથી વધુ છે.

તે મેનહોલમાંથી કાદવ અને કચરાને ઓટોમેટિકલી બહાર કાઢે છે અને પછી તેને ટ્રીટમેન્‍ટ ફેસિલિટીઝમાં મોકલી આપે છે. આના લીધે સફાઇ કામદારોને પ્રક્રિયા દરમિયાન કોઇપણ તબક્કે ગટરના કચરાને સીધો સ્‍પર્શ કરવાની જરૂર રહેતી નથી. આ સમગ્ર પ્રક્રિયામાં મેન્‍યુઅલ સ્‍કેવેન્‍જિંગ પ્રોહિબિશન (એમએસપી) એકટની જોગવાઇઓનું પાલન થાય છે, જેના લીધે ગટર સફાઇની કામગીરી દરમિયાન માણસ દ્વારા કચરાોે કાઢવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ થાય છે.

કંપનીના ડિરેક્‍ટર અને અહસ્‍થાપક અરૂણ જ્‍યાર્જે જણાવ્‍યું કે ‘‘ અમારા ૨૭૫મા Bandicoot રોબોટ્‍સને કામે લગાડવો એ ભારતમાં સફાઇ કામગીરીને મશીનો દ્વારા હાથ ધરવના ઉદેશ્‍યમાં જેનરોબોટિક્‍સ માટે મહત્‍વપૂર્ણ સીમાચિહ્ન છે. Bandicoot Mobility +  સાંકડા શહેરી વિસ્‍તારોમાં ગટરનો કચરો સાફ કરવા જેવી સમસ્‍યાઓ ઉકેલવામાં મદદ કરે છે.''

(2:59 PM IST)