<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

વિપક્ષનો અરજન્‍ટ દરખાસ્‍ત રજુ ન કરવા અંગે વિરોધ

રાજકોટઃ આજની ખાસ સભામાં કમિશનર દ્વારા અથવા અધ્‍યક્ષ સ્‍થાનેથી અરજન્‍ટ દરખાસ્‍ત રજૂ થાય તેવી શકયતાઓ વચ્‍ચે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. કોંગ્રેસે જણાવેલ કે, જીપીએમસી એક્‍ટની અનુસૂચિ ક ( એ) પ્રકરણ ૨ કોર્પોરેશનની કાર્યવાહી સંબંધી નિયમ ૧ ના પેટા (એલ,) ની જોગવાઈ અનુસાર ખાસ સભામાં એજન્‍ડાની આઈટમ સિવાય કોઈપણ બાબતની ચર્ચા ન થઈ શકે કે કોઈપણ અર્જન્‍ટ દરખાસ્‍ત રજૂ ન થઈ શકે. આજની આ ખાસ સભામાં એજન્‍ડાની દરખાસ્‍ત સિવાય અન્‍ય કોઈ અર્જન્‍ટ દરખાસ્‍ત અધ્‍યક્ષ સ્‍થાનેથી કે કમિશનર દ્વારા રજૂ ન થાય તે બાબત ધ્‍યાનમાં લેવા અન્‍યથા આ અંગે ન્‍યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવશેની  ચિમકી વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા ઉચ્‍ચારવામાં આવી હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:18 PM IST)