<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

કોર્ટને ફરી બોંબથી ઉડાવી દેવાની ધમકીઃ રાજકોટ ફેમીલી અદાલતમાં ડોગ સ્‍કવોડ-બોંબ સ્‍કવોડ દ્વારા તપાસ

કોઇ વાંધાજનક નહિ મળતા રાહતની અનુભુતીઃ વારંવાર મળતી ધમકીઓ ચિંતાજનક

રાજકોટ, તા., ૧૦ : ગુજરાત હાઇકોર્ટ સહિત રાજકોટ ઉપરાંત રાજયના મુખ્‍ય મથકોની કોર્ટોને બોંબથી ઉડાવી દેવાની મળતી ધમકીના પગલેુ રાજકોટ બોંબ સ્‍કવોડ અને ડોગ સ્‍કવોડની ટીમે ઘંટેશ્વર ખાતે આવેલ સેસન્‍સ એન્‍ડ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં મળેલ ધમકીના પગલે ચેકીંગ કર્યા બાદ આજે ફેમીલી કોર્ટ ખાતે પણ ચેકીંગ કર્યુ હતું.

 છેલ્લા ઘણા સમયથી હાઇકોર્ટ સહીતની રાજયની કોર્ટોને ઇ-મેઇલ દ્વારા ધમકી આપી બોંબથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. વારંવાર ધમકીઓ મળતા ડોગ સ્‍કવોડ અને બોંબ સ્‍કવોડની કાર્યવાહીમાં વધારો થઇ ગયો છે.

 આજે પણ કોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા રાજકોટની ફેમીલી અદાલતમાં સવારથી ડોગ સ્‍કવોડ અને બોંબ સ્‍કવોડની ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. પરંતુ કોઇ અજુગતી વસ્‍તુ મળી આવી ન હતી. ઇ-મેઇલથી મળતી ધમકીઓ પોકળ પુરવાર થઇ રહી છે. પરંતુ વારંવાર આ  પ્રકારે કોર્ટોને બોંબથી ઉડાવી દેવાની ધમકીઓ ઇ-મેઇલ મારફત મળતી હોય તંત્ર દોડતું થઇ ગયું છે.

આવી ધમકીઓ આપનાર વિરૂધ્‍ધ સાયબર ડીપાર્ટમેન્‍ટ દ્વાર આવી ધમકી આપનારાઓની  શોધખોળ શરૂ કરી દેવાઇ છે.

(3:24 PM IST)