તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
બાર કાઉન્સીલના ચુંટણી ઓફીસરોને ધમકી મળતા અટકી પડેલ મતગણતરી આજે શરૂ કરાઇ
૧ર વકીલોને બી.સી.આઇ.એ શો-કોઝ નોટીસ ફટકારી : ફુલપ્રુફ સુરક્ષાની ખાતરી મળતા આજ સવારના ૮ વાગ્યાથી હાઇકોર્ટના ઓડીટોરીયમ ખાતે મતગણતરીનો પ્રારંભ : સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન હેઠળ જવાબદાર વકીલો વિરૂધ્ધ કાર્યવાહી થશેઃ ૯૯ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાંથી ખુલ્યું : પરીણામ પ્રત્યે ભારે ઉતેજના

રાજકોટ, તા., ૧૦: ગુજરાત બાર કાઉન્સીલની ચુંટણીની મતગણતરી ગઇકાલે અટકી પડયા બાદ આજે સવારના આઠ વાગ્યાથી મતગણતરી શરૂ કરાઇ હતી. ગઇકાલે મતગણતરી થવાની હતી. પરંતુ મુખ્ય ચુંટણી રીટનીંગ ઓફીસર અને અન્ય બે જોઇન્ટ રીર્ટનીંગ ઓફીસરને વકીલો દ્વારા ધમકી મળ્યાના પગલે ગઇકાલે મતગણતરી અટકી પડી હતી. જે આજે સવારના આઠ વાગ્યાથી ગુજરાત હાઇકોર્ટના ઓડોટોરીયમ ખાતે શરૂ કરવામાં આવી હતી.
દરમ્યાન ચુંટણી ઓફીસરો સાથે ગેરવર્તન કરી ધમકી આપવાના પગલે ૧ર વકીલોને બાર. કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ શો-કોઝ નોટીસ ફટકારી હતી અને આ બારેય વકીલો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની ખાત્રી મળતા આજે ચુંટણી ઓફીસરો દ્વારા ફુલપ્રુફ સુરક્ષાની ખાતરી મળ્યા બાદ આજે મતગણતરી શરૂ કરાઇ હતી.
ગુજરાત બાર કાઉન્સિલની બે દિવસ પહેલાં યોજાયેલી બહુ પ્રતિષ્ઠાભરી અને રસાકસીભરી ચૂંટણીમાં થયેલા મતદાન બાદ આજથી ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરીયમ ખાતે મતગણતરી શરૂ થયેલ. પરંતુ મુખ્ય ચૂંટણી રિર્ટનિંગ ઓક્સિર અને અન્ય બે જોઇન્ટ રિર્ટનિંગ ઓફિ્સર દ્વારા વકીલો તરફથી ધમકી મળતા મત ગણતરી અટકાવી દેવામાં આવી હતી. વહેલી સવારે જ મતદાનના દિવસે સાંજે તેઓની સાથે કેટલાક વકીલો દ્વારા થયેલા ગેરવર્તન અને ધમકીને લઇ મતગણતરી સ્થળે ફુલપ્રુફ સુરક્ષા અને ગેરવર્તન કરનારા આ ૧૨ જેટલાં વકીલો વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇ પાવર્ડ ઇલેકશન કમિટી, બાર કાઉન્સિલ ઓફઇન્ડિયા સહિતના સત્તાવાળાઓને પત્ર પાઠવી ઉગ માંગણી કરી હતી.ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણીના ચીફ રિર્ટનિંગ ઓક્સિર અને અન્ય બે જોઇન્ટ રિર્ટનિંગ ઓક્સિરના લેટર બોંબના ઘેરા પ્રત્યાઘાત મોડી રાત્રે સામે આવ્યા હતા. પત્રમાં જે ૧૨ વકીલ ઉમેદવારોના નામોનો ઉલ્લેખ કરી આક્ષેપ કરાયા છે, તેઓને આખરે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ ૧૨ વકીલો અને બે ટેકેદાર વકીલોને શો-કોઝ નોટિસ ફટકારી સાત દિવસમાં તેઓનો ખુલાસો માંગવામાં આવ્યો છે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ તમામ વકીલોને મુખ્ય ચૂંટણી રિર્ટનિંગ ઓક્સિર કે જોઇન્ટ રિર્ટનિંગ ઓક્સિરોની મતગણતરી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો અવરોધ કે અડચણ ઉભી નહીં કરવા અને વ્યવસાયિક ગેરવર્તન નહીં દાખવવા પણ કડક ચેતવણી આપી છે. આમ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અરજન્ટ ધોરણે કાર્યવાહી કરવામાં આવતાં મુખ્ય ચૂંટણી રિર્ટનિંગ ઓફિ્સર અને
જોઇન્ટ રિર્ટનિંગ ઓક્સિરો દ્વારા આજે સવારે આઠ વાગ્યાથી ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરીયમ ખાતે વિધિવત બાર કાઉન્સિલની ચૂંટણી મતદાનની વિધિવત મતગણતરી શરૂ થતા મુખ્ય ચૂંટણી રિર્ટનિંગ ઓક્સિર એચ.એમ.પરીખ, જોઈન્ટ રિર્ટનિંગ ઓફિ્સર આર.સી.જાની અને મિલન એન.પટેલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, હાઈ પાવર્ડ ઈલેકશન કમિટી સહિતના સત્તાધીશોને ઉદ્દેશીને લખેલા પત્રમાં મતદાનના દિવસે તા.૯-૩-૨૦૨૬ના રોજ સાંજે તેમની સાથે ધમકીના ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો હતો. (૪.૫)
બીસીજીની ચૂંટણીના ઓફીસરોને ધમકી
આપવા અંગે ૧ર વકીલોને શો-કોઝ નોટીસ
રાજકોટ તા. ૧૦ :.. ગુજરાત બાર કાઉ.ની ચૂંટણીની મત ગણતરી પૂર્વે ચૂંટણી ઓફીસરોને ધમકી આપવા મુદ્્ે બીસીઆઇએ ૧ર વકીલોને શો-કોઝ નોટીસ ફટકારી હતી.
જે ઓફીસરોને ધમકી અપાઇ છે. તેઓની સુરક્ષાની ફુલપ્રુફ ખાતરી મળ્યા બાદ આજે મતગણતરી શરૂ થઇ હતી. જે ૧ર વકીલો વિરૂધ્ધ નોટીસ આપવામાં આવી છે. તે વકીલો અને તેની ઉમેદવારીનો ક્રમાંક નીચે કોસ્ટમાં આપેલ છે.
૧ અન્સારી આફતાબહુસૈન અલ્તાફહુસૈન (ઉમેદવાર નં. ર)
૨ વાઘેલા પરેશકુમાર હીરાભાઇ (ઉમેદવાર નં-૯૩)
૩ પઠાણ મહંમદઝુબેર અબ્દુલમજીદખા- (ઉમેદવાર નં-૭૦)
૪ પટેલ કનુભાઈ સોમાભાઈ (ઉમેદવાર નં-૬૬)
૫ પઠાણ ઝફરખાન શફીકખાન (ઉમેદવાર નં-૭૨)
૬ વરિયા અરવિંદકુમાર ખેતાભાઈ (ઉમેદવાર નં-૯૫)
૭ ભરવાડ અનિલ રમણભાઇ (ઉમેદવાર નં-૦૭)
૮ પરમાર રમેશભાઈ માનાભાઈ (ઉમેદવાર નં-૫૮)
૯ ચૌહાણ દક્ષા રામકુમાર (ઉમેદવાર નં-૧૬)
૧૦ પરીખ મનીષા બળદેવભાઈ (ઉમેદવાર નં-૫૫)
૧૧ મકવાણા ગૌતમ શંકરલાલ (ઉમેદવાર નં-૪૫)
૧૨ માધુ નરેન્દ્રકુમાર રણમલજી (ઉમેદવાર નં-૪૪)
કાયદાનુસાર કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી
પત્રમાં જે ૧૨ વકીલ ઉમેદવારો વિરૂદ્ધ કાર્યવાહી કરવા અને પગલાં લેવાની માંગણી કરાઇ છે, તેમના નામ અને ચૂંટણીમાં તેમના ઉમેદવારી ક્રમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં સાફ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે, જયાં સુધી ઉમેદવારો દ્વારા મત ગણતરી વખતે શાંતિપૂર્ણ માહોલ અને ગરિમાયુક્ત વર્તન નહી દાખવાય તેમ જ તેઓને પૂરતી સુરક્ષા પૂરી નહીં પડાય ત્યાં સુધી તેઓ મત ગણતરીની પ્રક્રિયા શરૂ કરી શકશે નહીં. આ મામલે ઉમેદવારોએ ગરિમાયુક્ત વર્તન જાળવવાની બાંહેધરી આપવી પડશે. મુખ્ય ચૂંટણી રિર્ટનિંગ ઓફિસર અને અન્ય બે જોઇન્ટ રિર્ટનિંગ ઓફિસરોએ નહી તો પોતાના રાજીનામું ધરી દેવાની ચીમકી સાથે ઉપરોક્ત વકીલ ઉમેદવારો વિરૂદ્ધ કાયદાનુસાર કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી હતી. (૪.૪)
(3:27 PM IST)










