<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

CAના પરિણામોમાં ન્‍યૂ ગુરૂકુલનો ડંકો

ઓલ ઇન્‍ડિયા રેકમાં રાજકોટ રેંકમાં રાજકોટના ત્રણઃ ત્રણેય ન્‍યૂ ગુરૂકુળના છાત્રોઃ જન્‍મથી જ કરોડરજ્જુની તકલીફ ધરાવતા સંકેત પરમાર તથા ખેડૂ પરિવારના અભય મકવાણાના ડંકાઃ એકાઉન્‍ટન્‍ટની દીકરી સાક્ષી ચાર્ટડ એકાઉન્‍ટ બનશે

અકિલાની મુલાકાતે આવેલા સી.એ.ના તેજસ્‍વી છાત્રો અભય મકવાણા, સંકેત પરમાર, સાક્ષી શાહ સાથે ન્‍યૂ ગુરૂકુલના નિકુંજ ચનાભટ્ટી તથા પ્‍લસ કોમ્‍યુનિકેશન વાળા જયેન્‍દ્રભાઇ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) 

રાજકોટ, તા.૧૦:  તાજેતરમાં   CA ઈન્‍ટર and CA ફાઉન્‍ડેશન નું પરિણામ જાહેર થયું. કે તેમાં ન્‍યૂ ગુરૂકુલ કોચિંગ ઇન્‍સ્‍ટિટયૂટના બધાંજ વિદ્યાર્થીઓએ રાબેતા મુજબ ફરી એકવાર જબરજસ્‍ત પ્રદર્શન કર્યું.

રાજકોટમાંથી ત્રણ AIR ઓલ ઇન્‍ડિયા રેન્‍ક અને ત્રણે ત્રણ AIR ન્‍યુ ગુરૂકુલ માંથી ૧. અભય મકવાણા AIR ૧૪ ૨. સાક્ષી શાહ AIR 39  ૩. પરમાર  સંકેત AIR 42 વગેરેએ  નામ રોશન કર્યું છે.

ન્‍યૂ ગુરૂકુલ કોચિંગ ઇન્‍સ્‍ટિટયૂટ નાં સંચાલક નિકુંજ ચનાભટ્ટી એ જણાવ્‍યું કે સીએ ની પરીક્ષા વર્ષમાં ત્રણ વાર લેવામાં આવે છે, જેમાં આ વર્ષમાં જાન્‍યુઆરી ૨૦૨૬ માં પરીક્ષા લેવામાં આવેલી હતી. જેમાં પૂરા ભારત વર્ષ નું CA ફાઉન્‍ડેશન નું પરીણામ ૨૦.૧૩%અને સીએ ઇન્‍ટર નું ૯.૩૯%આવ્‍યું છે. જ્‍યારે ન્‍યુ ગુરૂકુલ નું, CA ફાઉન્‍ડેશનમાં ૬૩.૧૬% અને CA ઇન્‍ટરમાં ૫૫%જેટલું ઝળહળતું રિઝલ્‍ટ, ત્રણ ત્રણ AIR ઓલ ઇન્‍ડિયા રેન્‍ક સાથે હાંસલ કર્યું છે. આ ત્રણેય વિધાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય...

અહીં અપાતા વ્‍યક્‍તિગત માર્ગદર્શનને, કારણ અહી એક બેચ માં માત્ર ૩૦ થી ૪૦ વિદ્યાર્થીઓ જ હોય છે, નિષ્‍ણાત અને અનુભવી પ્રોફેશનલ CA-CS ની ટીમને, જેમના દ્વારા પહેલે થી છેલ્લે સુધી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે.  એકઝામના બે મહિના પહેલા કોર્સ પૂરો કરીને ૫૦ થી વધારે તો મોક ટેસ્‍ટ એટલે કે prelims વગેરે ને આપ્‍યો હતો. ન્‍યુ ગુરૂકુલ, વર્ષ ૨૦૦૦ થી ગુણવત્તાસભર QUALITY ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ્‍સ એટલે કે CA તૈયાર કરે છે. આ ઉપરાંત સ્‍ટુડન્‍ટ્‍સે જણાવ્‍યું કે, બધાં માને છે તેટલો આ કોર્સ અધરો નથી. અમે પહેલી થી નિકુંજ સરે આપેલી ગાઈડ લાઇન્‍સ પ્રમાણે જ કામ કર્યું હતું. અમે ૬ કલાક ન્‍યુ ગુરૂકુલ અને ૬ કલાક ઘરે મહેનત કરી, દિવસમાં ૧૨ થી ૧૫ કલાકની મહેનત કરી હતી, જેનું સર પાછું ફોલો અપ પણ લેતા. ન્‍યુ ગુરૂકુલ ના સંચાલક નિકુંજ સર ચનાભટ્ટી કે જેવો છેલ્લા ૨૫ થી વધારે વર્ષથી કાર્યરત છે, તેમણે ઉમેર્યું હતું કે, જો તમારે સફળ થવું હોય તો મોબાઇલ નો વધુ ઉપયોગ ટાળવો જોઈએ અને સોશિયલ મીડિયા થી દૂર રહેવું જોઈએ. કારણકે તેનાથી મન ભણવાની જગ્‍યાએ બીજી બધી પ્રવળત્તિઓમાં લાગી જાય છે અને પરિણામ ઉપર તેની નકારાત્‍મક અસર દેખાય છે. ગયા વર્ષે પણ સીએ ફાઉન્‍ડેશન અને સીએ ઇન્‍ટર બંનેમાં સૌરાષ્‍ટ્ર કચ્‍છ ટોપર્સ ન્‍યુ ગુરૂકુલ માંથી જ હતા.  ન્‍યૂ ગુરૂકુલ કોચિંગ ઇન્‍સ્‍ટિટયૂટે  ફરી એકવાર ગુણવતા સભર કવોલિટી શિક્ષણ અને શ્રેષ્‍ઠ પરિણામો દ્વારા તેની પ્રતિષ્‍ઠાને સિધ્‍ધ કરી છે. વધુ માહિતી માટે મો. ૯૮૨૫૭ ૯૦૭૪૦ ઉપર સંપર્ક કરી શકાશે.  રાષ્‍ટ્રીયસ્‍તરે નામ ઝળહળાવનાર સંકેત પરમાર જન્‍મથી જ કરોડ રજુજની સમસ્‍યા ધરાવે છે. શારીરીક સમસ્‍યા છતા દ્રઢ મનોબળથી આગળ વધી રહયા છે. અભય મકવાણા ગામડાના ખેડૂત પરિવારમાંથી આવે છે અને રાજકોટમાં હોસ્‍ટેલમાં રહીને અભ્‍યાસ કરે છે. સાક્ષી શાહના પિતા એકાઉન્‍ટ છે. સાક્ષી ચાર્ટડ એકાઉન્‍ટ બનશે.

(3:52 PM IST)