તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
વહીવટી તંત્ર એકશન મોડમાં: પેટ્રોલ-ડીઝલ તથા LPG ગેસના પૂરવઠા ઉપર ચાંપતી નજરઃ હાલ કોઇ અછત નથી
પૂરવઠા કચેરી દ્વારા દરરોજ સ્ટોક લેવાનું શરૂઃ બિનજરૂરી સંગ્રહ સામે કડક પગલાની ચેતવણી

રાજકોટ તા.૧૦: રાજકોટ શહેર અને જિલ્લામાં ઈંધણની અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા હાલમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસના પુરવઠા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
પુરવઠા અધિકારીના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ પેટ્રોલ, ડીઝલ તેમજ રાંધણ ગેસ નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. કચેરી દ્વારા દરરોજ કેટલો સ્ટોક આવ્યો અને કેટલો વપરાશ થયો તેની વિગતો મેળવવામાં આવી રહી છે. દરેક પેટ્રોલ પંપ અને એજન્સીઓ પાસેથી સ્થિતિ અંગે રોજેરોજ રિપોર્ટ લેવામાં આવે છે.કોઈ પણ વેપારી કે એજન્સી બિનજરૂરી જથ્થાનો સંગ્રહ ન કરે તે માટે કડક સૂચના આપવામાં આવી છે. જો કોઈ નિયમ વિરુદ્ધ સંગ્રહખોરી કરતા ઝડપાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(4:07 PM IST)










