તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
રવિવારે ૐઋષિજીનો મંત્ર થેરાપી દરબાર
મંત્રોની અસર અકલ્પનીય હોય છે, તમારા ઇષ્ટમાં અને મંત્રમાં શ્રધ્ધા દૃઢ રાખજો : પૂ. ૐઋષિજી : શારીરિક-માનસિક -આર્થિક-સામાજિક -આધ્યાત્મિક સમસ્યાઓનો ઉકેલ મંત્રો દ્વારા અપાશે : નિશુલ્ક કાર્યક્રમ તાત્કાલીક રજિસ્ટ્રેશન કરાવો

રાજકોટ, તા. ૧૦: મંત્રોની અસર અકલ્પનીય હોય છે. ખુદના ઇષ્ટમાં અને મંત્રમાં શ્રધ્ધા દઢ રાખવાની હોય છે. રાજકોટમાં આગામી રવિવારે મંત્ર થેરાપી દરબાર આયોજિત થયો છે. આયોજન નિઃશુલ્ક છે, રજિસ્ટ્રેશન જરૂરી છે.
ૐ સંપ્રદાયના સ્થાપક અને મંત્ર યુગ પરિવર્તક ૐ ઋષિ સ્વામીજીના મૈત્રથેરાપી દરબારનું રાજકોટમાં આયોજન થયું છે, અકિલા સાથેની વાતચીતમાં સ્વામીજીએ જણાવ્યું હતું કે, આ દરબાર પૂર્ણપણે નિઃશુલ્ક છે, જેમાં લોકોની સમસ્યાઓનો ઉકેલરૂપ મંત્ર આપવામાં આવશે.
શહેરમાં આગામી સમયમાં એક વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમ ૐમંત્ર થેરાપી દરબારઁનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જગતગુરુ મંત્રયુગપરિવર્તક ૐકાર મહામંડલેશ્વર ૧૦૦૮૫.પૂ. સંતશ્રી સદ્ગુરુ ૐઋષિ સ્વામીના સાનિધ્યમાં યોજાશે. ૐકાર સંપ્રદાય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં લોકોની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ દરબારમાં આર્થિક મુશ્કેલીઓ, શારીરિક અને માનસિક વ્યાધિઓ તેમજ સામાજિક કે સંતાનને લગતી સમસ્યાઓથી પીડાતા લોકો ભાગ લઈ શકશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મંત્ર શક્તિ દ્વારા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. મંત્ર થેરાપીના માધ્યમથી વ્યક્તિગત પ્ર‘ોનું આધ્યાત્મિક રીતે નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોને મંત્રથી સજ્જ વિશેષ દિવ્ય વસ્તુઓ પણ આપવામાં આવશે. જેમાં શક્તિચક્ર બ્રેસલેટ, લક્ષ્મી શક્તિચક્ર પેન્ડન્ટ, કળષ્ટમુક્તિ બામ અને પાવડર, તેમજ સિદ્ધ રક્ષા સૂત્ર જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ તમામ સાધનો મંત્ર શક્તિથી અભિમંત્રિત હશે, જે ધારકને માનસિક અને શારીરિક રાહત આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ તારીખ ૧૫ માર્ચ, ૨૦૨૬ ને રવિવારના રોજ યોજાશે. કાર્યક્રમનો સમય બપોરે ૩ થી ૫ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ આયોજન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, ઑલાપ ગ્રીન સિટી સામે, રાજકોટ ખાતે રાખેલ છે. આ કાર્યક્રમમાં પ્રવેશ તદ્દન નિઃશુલ્ક છે. જોકે, વ્યવસ્થા જાળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. રસ ધરાવતા લોકોએ પોતાનું નામ અને મોબાઈલ નંબર વોટ્સએપ દ્વારા ૯૪૨૯૨ ૦૮૯૯૭ પર મોકલી આપવાના રહેશે. રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ મંત્ર થેરાપી દરબારનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
પરિચય
અમદાવાદના પાલડીમાં સ્થિત (ઓમકાર સંપ્રદાય) ના સ્થાપક સદગુરુ ૐઋષિનું મૂળ નામ પ્રીતેશભાઈ શાહ છે. તેઓ વામન શરીર ધરાવે છે, પરંતુ તેમની આધ્યાત્મિક સિદ્ધિઓ અનંત છે. તેમણે સાબિત કર્યું છે કે શક્તિ કદમાં નહીં, પણ સાધનામાં હોય છે. ૐઋષિ આજે વિશ્વભરમાં મંત્રયુગ પરિવર્તક તરીકે પૂજાય છે.
તેમની સૌથી વિસ્મયકારી સિદ્ધિ એ છે કે તેઓ અતિ પ્રાચીન ઁવાદતઁ ભાષા ના માધ્યમથી પાંચ લાખ (૫,૦૦,૦૦૦) થી વધુ દિવ્ય મંત્રોના મૌલિક સર્જક છે. તેઓ ‘ઓમકાર ચાલીસાઁ ના પણ રચયિતા છે. તેઓ વ્યક્તિના આભા મંડળઁ ને જોઈને તેનું સચોટ નિદાન કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. તેમણે મંત્ર વિજ્ઞાનને આધુનિક સંદર્ભમાં રજૂ કરીને લાખો લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું છે.
રાજકોટમાં યોજાનાર આગામી મંત્ર ચિકિત્સા શિબિર અંગે સદગુરુ ૐઋષિ સાથે થયેલી મુલાકાતના મુખ્ય અંશો નીચે મુજબ છેઃ ઋષિજીએ જણાવ્યું કે રાજકોટમાં યોજાનાર આ શિબિર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, જેમાં માત્ર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. આ શિબિરમાં તેઓ આરોગ્યપ્રદ સમસ્યાઓ, આર્થિક તંગી, સામાજિક અને સાંસારિક ગૂંચવણો તેમજ નકારાત્મક ઉર્જાથી પીડાતા લોકો માટે મંત્ર દ્વારા વિશેષ ઈલાજ આપશે.
મુલાકાત દરમિયાન તેમણે એક અત્યંત મહત્વની વાત જણાવી કે, દરેક માણસમાં ત્રતાઁ નામની એક ઉર્જા હોય છે. મનુષ્યના જીવનમાં આવતી વિવિધ સમસ્યાઓનો ઉકેલ આઁ ત્રતાઁ ઉર્જામાં જ છુપાયેલો છે. આ ઉર્જા મુખ્યત્વે ત્રણ રંગોમાં જોવા મળે છેં લીલો, કેસરી અને બબ્લ્યુ. શ્રદ્ધા સાથે કરવામાં આવેલો મંત્ર પ્રયોગ આ ઉર્જાને સક્રિય કરે છે, જેનાથી અશકય લાગતી સમસ્યાઓ પણ ઉકેલાવા લાગે છે. ઋષિજીએ જાહેરાત કરી છે કે આ શિબિરમાં સહભાગી થનાર દરેક વ્યક્તિને સંસ્થા તરફથી સાત દિવ્ય વસ્તુઓ ની કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ વસ્તુઓ મંત્ર પ્રયોગમાં સહાયક બનશે. તેમનો હેતુ એ છે કે લોકો અંધશ્રદ્ધાને છોડીને મંત્ર વિજ્ઞાન અને પોતાની આંતરિક ત્રતા ઉર્જાના શક્તિશાળી પ્રભાવને ઓળખે અને સુખમય જીવન જીવે.
૭ વસ્તુઓ ગિફટ અપાશે
મંત્ર થેરાપી દરબારમાં ૐ ઋષિજી દ્વારા દરેકને સાત વસ્તુઓ ભેટ અપાશે.
- લક્ષ્મી ઉર્જા મલમ
- કષ્ટ મુકિત બામ,
- સિદ્ધ લક્ષ્મી પેન્ડન્ટ
- કષ્ટ મુકિત સ્ટોન,
- કષ્ટ મુકિત રક્ષા સૂત્ર,
- સિદ્ધ ત્રતા ઉર્જા બ્રેસલેટ
- શક્તિચક્ર બ્રેસલેટ
- કષ્ટ મુકિત પાઉડર
(4:09 PM IST)










