તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 11th March 2026
રાજકોટમાં નાના ઔદ્યોગિક એકમોને વિદ્યુત શુલ્કમાં રૂા. ૧૦૮.૭૩ કરોડ માફ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૧: રાજકોટ અને સુરત જિલ્લામાં ઔદ્યોગિક ગૃહ/એકમોને વીજ શુલ્કમાં આપવામાં આવેલ માફી અંગે આમ આદમી પાર્ટીના ગોપાલભાઇ ઇટાલીયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે આમા નાના એકમોને માફી આપવામાં આવી છે તે હકીકત સાચી છે.
છેલ્લા બે વર્ષમાં રાજકોટમાં જોઇએ તો વર્ષ ર૦ર૪ માં ૧૬૦૪ એકમોમાં રૂા. ૧૦૬.૬૧ અને વર્ષ ર૦રપ માં ૧પ૭૧ એકમો હતા. અને આ એકમોમાં રૂા. ૧૦૮.૭૩ ની રકમ આપવામાં આવી છે.
રાજય સરકાર દ્વારા રાજયમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ગુજરાત વિદ્યુત શુલ્ક અધિનિયમ ૧૯૫૮ ની કલમ ૩ (ર)(૭) ની જોગવાઇ હેઠળ ઉદ્યોગ ગૃહોને નિયત સમયગાળા માટે વિદ્યુત શુલ્કમાંથી માફી આપવામાં આવી છે.
(3:45 PM IST)










