<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

ઘંટેશ્વરમાં તાલૂકા મામલતદારનું દબાણ હટાવી ઓપરેશનઃ ૧૭ કરોડની જમીન ખૂલ્લી કરાવાઇ

રાજકોટ, તા. ૧૧: રાજકોટ તાલુકા મામલતદારની સૂચના બાદ દબાણના નાયબ મામલતદાર અને સ્‍ટાફે ઓપરેશન હાથ ધરી, તાલુકાના ઘંટેશ્વર ગામના સરકારી ખરાબાના સ.નં. ૧પ૦ પૈકીની જમીનમાં કોમર્શીયલ હેતુ માટેનું ૩ દુકાનો તથા ઢોરવાડાનું અંદાજીત ર૦૦૦ ચો.મી. અનઅધિકૃત બાંધકામ તોડી પાડી ૧પ થી ૧૭ કરોડની જમીન ખૂલ્લી કરાવી હતી.

આ દબાણ અંગે ર થી ૩ વખત નોટીસો ફટકાર્યા બાદ પણ ખાલી નહિ કરતા આખરે ગઇકાલે બપોર બાદ પીજીવીસીએલની ટીમો અને પોલીસ બંદોબસ્‍ત સાથે દબાણ તોડી પડાયું હતું.

(3:03 PM IST)