<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

‘વિદુષી' સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ મંડળના સંયુક્‍ત ઉપક્રમે મહિલા સંવાદ

ભારતીય શિક્ષણ મંડળ અને વિદુષી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સંયુક્‍ત ઉપક્રમે મહિલા સંવાદનું આયોજન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્‍યું હતું. કુલપતિ પ્રોફે. ઉત્‍પલ જોશીની અધ્‍યક્ષતામાં યોજાયેલ. આ કાર્યક્રમમાં વિશ્વકર્મા સ્‍કિલ યુનિવર્સિટી પલવલ હરિયાણાના ડાયરેક્‍ટર ડો. ચંચળબહેન ભારદ્વાજ અને આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડો.અમીબહેન ઉપાધ્‍યાય વક્‍તા તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. સૌરાષ્‍ટ્ર પ્રાંત ભારતીય શિક્ષણ મંડળના પ્રાંત અધ્‍યક્ષ શ્રી સુરેશજી નાહટા દ્વારા મંડળની કાર્યપ્રણાલી અને પરિચય આપ્‍યો હતો. જયારે વિદુષી કોઓર્ડિનેટર ડો. શ્રધ્‍ધા બારોટે વિદુષીનો પરિચય આપી મહેમાનોને આવકાર્યા. કાર્યક્રમમાં યુનિવર્સિટીની શૈક્ષણિક તેમજ વહીવટી બહેનો અને વિદ્યાર્થીની બહેનો ઉપસ્‍થિત રહ્યા. કાર્યક્રમની આભારવિધિ વિદુષી કોઓર્ડિનેટર ડો. રેખાબા જાડેજા એ કરી જયારે સંચાલન ભારતીય શિક્ષણ મંડળ પ્રાંત મંડળ સહસંચાલક ડો. જલ્‍પા રાકે કર્યું હતું.

(2:09 PM IST)