<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

આજી જીઆઇડીસીમાં કારખાનામાં કામ કરતી વખતે લક્ષમણભાઇ પાટીલનું હૃદય બંધ પડયું

ભગવતીપરાના પરિવારમાં શોકઃ બીજા બનાવમાં જામનગર રોડ ૨૫ વારીયાના નરસીભાઇ પઢીયારનું પણ હાર્ટએટેકથી મૃત્‍યુ થયું

રાજકોટ તા. ૧૧: હૃદય રોગના હુમલાથી વધુ બે લોકોના મૃત્‍યુ થયા છે. ભગવતીપરામાં રહેતાં પ્રોૈઢ આજી જીઆઇડીસીમાં કારખાનામાં ઢળી પડતાં અને જામનગર રોડ પર પચ્‍ચીસ વારીયામાં રહેતાં પ્રોૈઢ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ ભગવતીપરા ૨૫ વારીયામાં રહેતાં લક્ષમણભાઇ હિમતભાઇ પાટીલ (ઉ.વ.૫૦) રાતે એકાદ વાગ્‍યે આજી જીઆઇડીસીમાં મેટાલીક ઓટો લાઇનર નામની કંપનીમાં કામ પર હતાં ત્‍યારે બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કર્યા હતાં. તે બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં બે દિકરા છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

બીજા બનાવમાં જામનગર રોડ ગ્રીનલીફ નજીક જલારામ હોટેલ સામે પચ્‍ચીસ વારીયા હાઉસીંગ બોર્ડમાં રહેતાં નરસીભાઇ કાનાભાઇ પઢીયાર (ઉ.વ.૫૭) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમને સંતાનમા઼ બે દિકરી અને ચાર દિકરા છે. પોતે ચાર ભાઇ, ચાર બહેનમાં મોટા હતાં. હૃદય રોગનો હુમલો આવ્‍યાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં થોરાળા અને યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:08 PM IST)