તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
વર્ધમાનનગરમાં આયોજીત ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહની ઉજવણી
ધાર્મિક વિધિવિધાન દ્વારા રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવાયોઃ જડેશ્વર મહિલા મંડળ અને વર્ધમાન ગ્રીન એપાર્ટમેન્ટના બહેનો દ્વારા સુંદર આયોજન

રાજકોટ તા.૧૧ : ઘંટેશ્વર એસ.આર.પી.કેમ્પ સામે વર્ધમાન નગર ત્રણના ખૂણા ઉપર આવેલ જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચાલતી ભાગવત કથામાં ગઈકાલે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ બહેનો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
ઘનશ્યામદાસબાપુ કુબાવત (બગસરા વાળા)ના વ્યાસાસને ચાલતી સંગીતમય ભાગવત કથામાં શ્રી કપિલ નારાયણ,શ્રી વામન નારાયણ,ભગવાન રામચંદ્ર અને શ્રીકળષ્ણ જન્મોત્સવની ખૂબ જ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગઈકાલે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ પણ બહેનો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કન્યા પક્ષ તરફથી કળપાબેન દીપકભાઈ ડાભી જ્યારે વર પક્ષ તરફથી રાજેશ્રીબા જીતેન્દ્રસિંહ જાડેજા અને કાજલબેન તુષારભાઈ પરીવારે લાભ લીધો હતો.
ભગવાન શ્રીકળષ્ણના અને રૂક્ષ્મણીજીના વિવાહની ધાર્મિક વિધિ ઘનશ્યામદાસબાપુ કુબાવત દ્વારા કરાવવામાં આવી હતી.
આ કથામાં ઘનશ્યામદાસબાપુ કુબાવત સાથે સંગીતના તાલ પુરાવવા માટે સૂરદાસની ટીમ જમાવટ કરી રહી છે જેમાં સેજાદભાઈ,રાણાભાઇ અને પ્રવીણભાઈ સુર પુરાવે છે.
સીતારામ ધુન મંડળ રાજકોટ દ્વારા કયાંય પણ ભાગવત કથાનું આયોજન કરવું હોય તેમણે હરેશબાપુ કુબાવત મો.નં.(૯૮૯૮૭૩૯૫૦૯)ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.
(2:53 PM IST)










