<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

કિડની અંગે જાગૃતતા જરૂરીઃ દર દસમાંથી એક વ્‍યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય, પરંતુ ૯૦% લોકો તેમના રોગો અંગે અજાણ

વિશ્વ કિડની દિવસ - ૨૦૨૬ ‘‘સ્‍વસ્‍થ કિડની સર્વ માટે'' લોકોની સંભાળ, પૃથ્‍વીની સુરક્ષા : જલારામ હોસ્‍પિટલ ખાતે વિશ્વ કિડની દિવસની ભવ્‍ય ઉજવણીઃ કિડની અંગે જ્ઞાન અને ડાયાલિસિસ મશીનોનું દાન : શું તમે કિડનીના રોગથી બચવા માંગો છો? www.KidneyEducation.com વિશ્વની સૌથી વધુ મોટી વેબસાઇટ- ૪૦ ભાષામાં કિડનીના રોગોથી બચવા માટેની સંપૂર્ણ માહિતી નિઃશુલ્‍ક.

 

રાજકોટઃ સૌરાષ્‍ટ્રના જાણીતા કિડની રોગના નિષ્‍ણાંત ડો. સંજયભાઇ પંડયા આજે અકિલા કાર્યાલય ખાતે અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા સાથે કિડનીના રોગો અને તેની સારવાર વિશે માહિતિ આપી હતી. તે પ્રસંગની તસવીર બાજુમાં અકિલાના ઉદય વેગડા નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોકભાઇ બગથરીયા)

રાજકોટઃ ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ગંભીર રીતે વધતું જાય છે. કિડનીનાં રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં ૧૨ માર્ચ, ૨૦૨૬ ગુરૂવારે ‘‘વિશ્વ કિડની દિવસ'' ઉજવવામાં આવશે. આ વિશ્વ કિડની દિવસનું સ્‍લોગન ‘‘સ્‍વસ્‍થ કિડની સર્વ માટે''  લોકોની સંભાળ, પૃથ્‍વીની સુરક્ષા''  છે.

કિડની એજ્‍યુકેશન વેબસાઈટ તે વિશ્વભરના લોકોને તેમની માતૃભાષામાં આ માહિતી આપી  ‘‘સ્‍વસ્‍થ કિડની સર્વ માટે'' - સ્‍લોગનને પૂર્ણ કરતી એકમાત્ર વેબસાઈટ છે.  ૪૦ ભાષામાં કિડની અંગે સંપૂર્ણ માહિતી વેબસાઈટનાં માધ્‍યમ દ્વારા નિઃશુલ્‍ક આપતી હોવાના કારણે આ વેબસાઈટનો લાભ વિશ્વભરના લોકો દુનિયાના કોઈ પણ ખૂણેથી મફત લઈ શકે છે.

રાજકોટનાં વરિષ્ઠ કિડની નિષ્‍ણાંત ડો. સંજય પંડયા અને વિશ્વના ૨૪ દેશોના ૧૦૦ થી વધુ કિડની નિષ્‍ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવેલ www.KidneyEducation.com વેબસાઈટમાં કિડનીનાં રોગથી બચવાના અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહિતી ૧૨ ભારતીય અને ૨૮ આંતરરાષ્ટ્રીય ભાષામાં આપેલ છે.

સંયુક્‍ત રાષ્ટ્ર અને WHO દ્વારા કિડની રોગ અંગે વધતી ચિંતા

કિડનીના રોગોની નોંધ હવે વૈશ્વિક સ્‍તરે એક ગંભીર જાહેર આરોગ્‍ય સમસ્‍યા તરીકે લેવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૫માં વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા (WHO) દ્વારા ઇતિહાસમાં પ્રથમવાર કિડનીના સ્‍વાસ્‍થ્‍ય અંગેનો વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્‍યો છે, જે આ સમસ્‍યાની ગંભીરતાને દર્શાવે છે. આ મહત્‍વપૂર્ણ પગલું વિશ્વભરમાં વધતા કિડની રોગોના બોજને પ્રતિબિબિત કરે છે અને તેના નિવારણ, વહેલું નિદાન તેમજ યોગ્‍ય સારવારની તાતી જરૂરિયાતને દર્શાવે છે. હવે સમય આવી ગયો છે કે દરેક દેશ પોતાની રાષ્ટ્રીય આરોગ્‍ય વ્‍યવસ્‍થામાં કિડનીની સંભાળનો સમાવેશ કરે અને તેને પ્રાધાન્‍ય આપે.

વૈશ્વિક નીતિ સ્‍તરે સંયુક્‍ત રાષ્ટ્ર (UN) દ્વારા પણ કિડની સ્‍વાસ્‍થ્‍યને નોન-કમ્‍યુનિકેબલ ડિસીઝના એજન્‍ડામાં વિશેષ સ્‍થાન આપવામાં આવ્‍યું છે. આ બાબત સ્‍પષ્ટ કરે છે કે વિશ્વ હવે આ શાંત રીતે ફેલાતા સ્‍વાસ્‍થ્‍યના જોખમને અવગણી શકે તેમ નથી. આ પરિસ્‍થિતિમાં સામાન્‍ય જનતા, દર્દીઓ અને નીતિ ઘડવૈયાઓમાં કિડની સ્‍વાસ્‍થ્‍ય અંગે જાગૃતિ લાવવી હવે વૈશ્વિક સ્‍તરે અતિ આવશ્‍યક બની છે.

કિડનીના રોગોઃ એક ગંભીર સમસ્‍યા

કિડનીના રોગો અંગે ચોકાવનારી માહિતીઓઃ જ્જ કિડનીનાં જુદા-જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝનાં દર્દીઓની સંખ્‍યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. જ્જ વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્‍યા ૮૫ કરોડથી વધુ છે. જ્જ દર દસમાંથી એક વ્‍યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે.જ્જ હાલમાં, કિડની રોગ મૃત્‍યુ થવાનું આઠમું મુખ્‍ય કારણ જ્જ ડાયાબિટીસના દર ત્રણમાંથી એક અને લોહીના દબાણના પાંચમાંથી એક વ્‍યક્‍તિને કિડનીની તકલીફ થવાનું જોખમ છે.

કિડની અંગે જનજાગૃતિ કેમ જરૂરી?

કિડનીના રોગોને સાયલન્‍ટ કિલર કહેવામાં આવે છે કારણ કે તેના લક્ષણો મોટાભાગે ત્‍યારે જ દેખાય છે જ્‍યારે કિડની ૮૦% થી ૯૦% જેટલી બગડી ગઈ હોય. કિડનીના ઘણા રોગો શરૂઆતમાં કોઈ ખાસ લક્ષણ આપતા નથી, તેથી મોટા ભાગના દર્દીઓમાં રોગનો ખ્‍યાલ મોડા તબક્કે આવે છે. પરિણામે અનેક દર્દીઓને અંતિમ તબક્કે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ જેવી ગંભીર અને ખર્ચાળ સારવારની જરૂર પડે છે.

જો સમયસર જનજાગૃતિ ફેલાવવામાં આવે તો સામાન્‍ય લોહી અને પેશાબની તપાસ દ્વારા આ રોગનું વહેલું નિદાન શક્‍ય બને છે. વહેલું નિદાન માત્ર કિડનીને બચાવતું નથી, પરંતુ ડાયાલિસિસ અને ટ્રાન્‍સપ્‍લાન્‍ટ જેવી ખર્ચાળ અને કઠિન સારવારથી પણ બચાવે છે. તેથી તંદુરસ્‍ત સમાજ માટે કિડનીના સ્‍વાસ્‍થ્‍ય અંગેની સાચી માહિતી દરેક વ્‍યક્‍તિ સુધી પહોંચવી આજના સમયમાં અત્‍યંત જરૂરી બની ગઈ છે.

 

કિડની ચેકઅપ સરળ - ફકત આટલું કરો.

કિડનીનાં રોગનાં વહેલા નિદાન દ્વારા જીવલેણ રોગથી બચી શકાય છે. કિડનીનાં રોગનાં વહેલા નિદાન માટેની સરળ પદ્ધતી તે લોહીનું દબાણ મપાવવું અને લોહી પેશાબની તપાસ કરાવવી તે છે. લોહીનાં દબાણમાં વધારો, પેશાબની તપાસમાં પ્રોટીનની હાજરી અને લોહીમાં ક્રીએટીનની માત્રામાં વધારો તે સી.કે.ડી.ની પહેલી નિશાની હોઈ શકે છે.

કિડનીના રોગોથી બચવા ઉપયોગી સરળ સૂચનો

નિયમીત કસરત કરી શરીર તંદુરસ્‍ત રાખવું અને પોષ્ટિક ખોરાક લેવો તથા યોગ્‍ય વજન જાળવવું. ખોરાકમાં નમક (મીઠું), ખાંડ, ઘી-તેલ અને ફાસ્‍ટફુડનો ઉપયોગ ઓછો કરવો. શાકભાજી, ફળો અને રેસાવાળો ખોરાક વધુ લેવો અને મીઠું રોજ ૫-૬ ગ્રામથી ઓછું લેવું.

ડાયાબિટીસ અને લોહીના દબાણનો હંમેશા યોગ્‍ય કાબુ રાખવો. ડાયાબીટીસનાં દરેક દર્દીએ વર્ષમાં એક વખત તો અચૂક કિડની ચેકઅપ (લોહીનું દબાણ, પેશાબમાં પ્રોટીન અને લોહીમાં ક્રીએટીનની તપાસ) કરાવવું જોઈએ. લોહીનું દબાણ ૧૩૦/૮૦ થી ઓછું રાખવું તે કિડનીની સુરક્ષા માટે અત્‍યંત મહત્‍વનું છે. લોહીનું ઉંચું દબાણ હાઈબ્‍લડ પ્રેશર ક્રોનિક કિડની ફેલ્‍યરનું મહત્‍વનું કારણ છે.

જ્જ તંદુરસ્‍ત વ્‍યકિતએ રોજ ર લીટર (૧૦-૧ર ગ્‍લાસ) થી વધુ પાણી પીવું.  ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્‍યાગ કરવો અને ડોકટરની સલાહ વગર દવાઓ (ખાસ કરીને દુખાવા માટેની દવાઓ) ન લેવી.

જ્જ ડાયાબિટીસ અથવા લોહીનું દબાણ ઉંચુ રહેતું હોય તે લોકોને કિડની રોગ થવાનું જોખમ વધારે રહે છે તેથી ૪૦ વર્ષની ઉંમર બાદ દરેક વ્‍યક્‍તિઓએ દર વર્ષે હેલ્‍થ ચેકઅપ કરાવવું જોઈએ. કિડનીનાં રોગનાં ચિહનો જોવા મળે ત્‍યારે વહેલાસર ડોકટર પાસે તપાસ કરાવવી અને વહેલા નિદાન બાદ નિયમીત દવા લેવી અને પરેજી રાખવી.

 ‘‘સ્‍વસ્‍થ કિડની સર્વ માટે'' સ્‍લોગનને સાકાર કરવામાં મદદ કરતી વિશ્વની એકમાત્ર ૪૦ ભાષામાં વેબસાઈટઃ

૪૦ ભાષામાં નિઃશુલ્‍ક માહિતીઃ વિશ્વના દરેક વ્‍યક્‍તિ પોતાની માતૃભાષામાં કિડની વિશે સરળ જાણકારી મેળવી શકે તે માટે, ૨૦૦ પાનાનું ‘‘તમારી કિડની બચાવો'' પુસ્‍તક ૪૦ ભાષામાં વેબસાઈટ પરથી નિઃશુલ્‍ક ડાઉનલોડ કરી શકાય છે અથવા વ્‍હોટસએપ (૯૪૨૬૯ ૩૩૨૩૮) દ્વારા વિનામૂલ્‍યે મેળવી શકાય છે. ઞ્જ વર્લ્‍ડ રેકોર્ડ અને લોકપ્રિયતાઃ એક જ વેબસાઈટમાં સૌથી વધુ ભાષામાં ઈ-બુક ઉપલબ્‍ધ કરાવવા બદલ વર્લ્‍ડ રેકોર્ડ એવોર્ડ સન્‍માનિત અને ૧૫૦ મહિનામાં ૧૦ કરોડથી વધુ હિટ્‍સ અને ૮ લાખથી વધુ પુસ્‍તક ડાઉનલોડ સાથે વિશ્વભરમાં લોકપ્રિય. ઞ્જ નિષ્‍ણાતોનું માર્ગદર્શનઃ ‘‘વસુધૈવ કુંટુંબકમ''ની વ્‍યાખ્‍યા ને પરિપૂર્ણ કરતી ૧૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય કિડની નિષ્‍ણાતોની ટીમ દ્વારા તૈયાર કરાયેલી સચોટ માહિતી. ઞ્જ આંતરરાષ્ટ્રીય સમર્થનઃ ISN (ઇન્‍ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી), અમેરિકન સોસાયટી અને યુરોપિયન રીનલ એસોસિએશન જેવા ૨૦થી વધુ વિશ્વવિખ્‍યાત સંગઠનો દ્વારા આ વેબસાઈટને સર્વશ્રેષ્ઠ ગણાવી સમર્થન મળેલું છે. ઞ્જ વિશિષ્ટ યોગદાનઃ વિશ્વના વરિષ્ઠ કિડની નિષ્‍ણાતો (ડો. રેમુઝી અને ડો. ગાર્સીયા) દ્વારા ઇટાલિયન અને સ્‍પેનિશ ભાષામાં કિડની પુસ્‍તક અને કિડનીની વેબસાઈટ તૈયાર કરી જનજાગૃતિની ઝુંબેશમાં આંતરરાષ્ટ્રીય સ્‍તરે પ્રચંડ સમર્થન આપેલ છે.

વાંચનના વિવિધ વિકલ્‍પોઃ અનુકુળતા મુજબ ઓનલાઈન રીડીંગ, પીડીએફ ડાઉનલોડ તથા વ્‍હોટસએપ (૯૪૨૬૯૩૩૨૩૮) દ્વારા પુસ્‍તક નિઃશુલ્‍ક મેળવવાના મનપસંદ વિકલ્‍પો ઉપલબ્‍ધ. ઞ્જ તટસ્‍થ સચોટ માહિતીઃ સ્‍પોન્‍સરશીપ, ઍડવર્ટાઈઝમેન્‍ટ કે ડોનેશન વગરની આ વેબસાઈટ કિડની વિશે તટસ્‍થ માહિતી આપશે.

વિકિપીડિયામાં માહિતીઃ કિડની એજયુકેશન વેબસાઈટ અંગે વિકિપીડિયામાં આપવામાં આવેલ વિસ્‍તૃત માહિતી આ વેબસાઈટની મહત્તતા સુચવે છે.

જલારામ હોસ્‍પિટલ ખાતે વિશ્વ કિડની દિવસની ભવ્‍ય ઉજવણી

વિશ્વ કિડની દિવસ નિમિત્તે રાજકોટની જલારામ હોસ્‍પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ગુજરાતના વરિષ્ઠ અને જાણીતા નેફ્રોલોજીસ્‍ટ ડો. સંજય પંડ્‍યા દ્વારા દર્દીઓ અને સામાન્‍ય નાગરિકોને કિડનીના રોગોથી બચવાના ઉપાયો, વહેલું નિદાન અને યોગ્‍ય કાળજી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે જલારામ હોસ્‍પિટલમાં કિડનીના દર્દીઓની સારવાર વધુ સુવિધાજનક અને આધુનિક બને તે માટે નવ હિમોડાયાલિસિસ મશીનો ભેટ આપનાર ઉમદા દાતાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ મશીનો દાન કરનાર ઉદાર દાતાઓમાં સ્‍વ. શ્રીમતી. વિમલાબેન દિનેશભાઇ કોઠારી, સ્‍વ. ભાનુમતીબેન રમેશચંદ્ર રાચ્‍છ, અને સ્‍વ. શ્રી નરેશભાઈ કરસનદાસ પાબારી સ્‍મરણાર્થે મળેલા મશીનો તથા અજયભાઇ કારિયા, ઇ.પી.પી. કોમ્‍પોસાઈટસ પ્રાઇવેટ લિમીટેડ અને શ્રી જી. ટી. શેઠ મેડિકલ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ તરફથી મળેલા મશીનો નો સમાવેશ થાય છે.

વિશ્વભરમાં કિડનીનું જ્ઞાન પીરસવાની સાથે ડો. સંજય પંડ્‍યાએ પોતે પણ ૩ ડાયાલિસિસ મશીનો જલારામ હોસ્‍પિટલને અર્પણ કરીને કિડનીના દર્દીઓની સેવામાં વ્‍યક્‍તિગત યોગદાન આપ્‍યું જે તબીબી જગત માટે અનુકરણીય અને પ્રેરણારૂપ બની રહ્યું છે.(૩૮.૫૪)

 

કિડની એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન અને શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્‍પિટલ દ્વારા આયોજિત વિશ્વ કિડની દિવસ-૨૦૨૬ની અર્થસભર ઉજવણી અને જલારામ હોસ્‍પિટલને હિમોડાયાલિસિસ મશીનો અર્પણ કરનાર દાતાઓનું સન્‍માન


 

સંપર્કઃ ડો. સંજય પંડયા,

એમ.ડી., ડી.એન.બી.,

કિડની રોગ નિષ્‍ણાંત

ફાઉન્‍ડર અને ચીફ મેન્‍ટર, કિડની એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન

સમર્પણ હોસ્‍પિટલ, ભૂતખાના ચોક, એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ પાસે, રાજકોટ. ફોનઃ ૦૨૮૧-૨૨૨૨૦૭૭

(3:13 PM IST)