<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

રાજકોટ અને જામનગરના ઠગાઇના ગુન્‍હામાં ફરાર હરીપરનો શખ્‍સ ઝબ્‍બે

જામનગર તા. ૧૧: છેલ્લા સાતેક માસથી જામનગર જીલ્લા તથા રાજકોટ શહેરના અલગ અલગ બે પોલીસ સટેશનમાં લાલશાહી થી દર્શાવેલ નાસતો ફરતો આરોપી રમેશભાઇ હકુભાઇ ભુંડીયા રહે.રણૂજા પીયાવા,વાડી વિસ્‍તાર,હરીપર ગામ તા.ધ્રોલ વાળો હાલ નવાગામની સિમ, મેલડી માતાજીના મંદીર પાસે કાળા જેવા કલરનુ પેન્‍ટ તથા કોફી જેવા કલરનો આખી બાયનો શર્ટ પહેરીને આટા ફેરા કરે છે જેથી સદર જગ્‍યાએ જતા  મળી આવેલ હોય જે મજકુર આરોપી (૧) મેઘપર (પડાણા) પો.સ્‍ટે જામનગરના ગુ.ર.નં.૧૧૨૦૨૦૩૮૨૫૦૬૭૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૧૬(૨) તથા (૨) ગાંધીગ્રામ પો.સ્‍ટે રાજકોટ શહેર ગુ નં-૧૧૨૦૮૦૩૫૨૫૦૬૪૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૧૬(૨) નાસતો ફરતો હોય જેથી હસ્‍તગત કરી આગળની કાર્યવાહી થવા માટે મેઘપર (પડાણા) પોલીસ સ્‍ટેશનને સોપી આપેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્‍સપેકટર શ્રી બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્‍સપેકટર શ્રી એલ.એમ.ઝેર તથા શ્રી એ.વી.ખેર તથા એસ.ઓ.જી. સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે. 

(4:07 PM IST)