<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

વોર્ડ નં. ૯ અને ૧૧ ના વિસ્‍તારોમાં ‘ઉમિયારથ'નું ભવ્‍યાતિ ભવ્‍ય સ્‍વાગત

પાટીદાર ચોક, અજંતા, જનકપુરી અને ન્‍યુ રાજકોટના વિસ્‍તાર અંબીકા ટાઉનશીપમાં પાટીદારોનો પ્રવાહ ઉમટી પડયો

 રાજકોટઃ ઉમિયાધામ સિદસર દ્વારા રાજકોટની ભાગોળે કાલાવડ રોડ ઉપર ઇશ્વરીયા ગામ ખાતે તા. ૨૧ થી ૨પ માર્ચ દરમ્‍યાન યોજાનાર ‘ત્રિવેણી સમારોહ' ના ભાગરૂપે તા. ૧૧ માર્ચ સુધી કુળદેવી મા ઉમિયાનો રથ વિવિધ વોર્ડ વાઇઝ વિસ્‍તારોમાં પરિભ્રમણ કરી રહયો છે.   વોર્ડ નં. ૯ અને વોર્ડ નં. ૧૧ ના વિસ્‍તારોમાં   રથયાત્રાનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. વોર્ડ નં. ૯માં વિવિધ વિસ્‍તાોમાં નીલકંઠ મહાદેવ મંદિરથી પ્રસ્‍થાન સમયે ઉમીયાધામના ટ્રસ્‍ટીઓ જયેશભાઇ પટેલ, કૌશીકભાઇ રાબડીયા, ઉપસ્‍થિત રહયા હતા. શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, કમલેશભાઇ મિરાણી, કોર્પોરેટર પુષ્‍કરભાઈ પટેલએ રથયાત્રાનું સ્‍વાગત કર્યુ હતુ. ફેમીલી માર્ટ થઇ પાટીદાર ચોકમાં રથયાત્રાનું સ્‍વાગત કરવા કડવા પાટીદાર ભાઈઓ-બહેનોની ભીડ જામી હતી.આ વેળાએ ‘માડી નો રથ આવે છે' જેવા ગીતો થી અલૌકીક અદભૂત ભકિતસભર વાતાવરણ સર્જાયુ હતુ. સોસાયાટીના ટ્રસ્‍ટીઓ આર.સી.પટેલ, સી.એન.જાવીયા, ધીરૂભાઈ ઝાલાવડીયા, મગનભાઈ ઝાલાવડીયા, નરોતમભાઈ ફળદુ, જગદીશભાઇ પટેલ, વી.ડી.ઠકકર, મનસુખભાઈ ફળદુ, વિગેરે ઉપસ્‍થિત રહયા હતા. ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખ હિરેનભાઈ શાપરીયા, પાર્થ મારસોણીયા, સંજય ભાલોડી, તથા સ્‍થાનીક કાર્યકર્તાઓ મહેશ બાવરવા, હરેશ મારડિયા, જયંતીભાઈ ઢોલરીયા, દિવ્‍યેશ ફળદુ, સંજય જાવીયા, મુકેશ અમળતિયા, જયંતીભાઇ ચપલા, રમણીકભાઈ કણસાગરા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

 જયારે મા ઉમિયાના ભવ્‍ય દિવ્‍ય રથનું ગ્રીનમુનથી ઉમિયાધામના ટ્રસ્‍ટીઓ નાથાભાઈ કાલરીયા, કાંતીભાઈ માકડીયા, વિનુભાઈ મણવર, કિરીટભાઈ આદ્રોજા, રાજનભાઈ વડાલીયા, રસિકભાઈ ફળદુ, રમેશભાઈ રાણીપા, ગૌતમભાઈ ધમસાણીયા, અમીતભાઇ ત્રાંબડીયા, વિજયભાઈ ડઢાણીયા, સહીતના ઉદ્યોગપતિઓની ઉપસ્‍થિતીમાં પ્રસ્‍થાન થયુ હતુ.  હાઇરાઇઝ વિસ્‍તારો એકવા, પારીજાત એન્‍ડ ઓરા, ધી ટેમ્‍પલ, કદમ્‍બ, એટલાન્‍ટીકા, વિન્‍સર ગાર્ડન, બ્‍લુમુન, ફોર્ચ્‍યુન, સેલેસિફા, કોસમોસ પ્રાઇડ, પેન્‍ટાગોન માં રથનું સ્‍થાનીક રહેવાસીઓ દ્વારા  સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ.   ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી  પાટીદાર પરિવારોને ઇશ્વરીયા ખાતે ર૧ થી રપ માર્ચ દરમ્‍યાન યોજાનારા જ્ઞાતી સમૂહ ભોજનમાં જોડવા આહવાન કર્યુ હતુ. ઉમિયાધામના ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા મંત્રી જયેશભાઈ પટેલ, સંગઠન પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા સહીતના  રથયાત્રામાં જોડાયા હતા.

રથયાત્રાને સફળ બનાવવા માટે ઉમિયા પરિવાર સંગઠન સમિતિ રાજકોટ શહેરના પ્રમુખ દિનેશભાઈ ચાપાણી, ઉપપ્રમુખ અતુલભાઈ ભૂત, મંત્રી મનીષભાઈ કાલરીયા, હરીભાઈ કલોલા, મહિલા સંગઠન પ્રમુખ ડો.મિતાબેન પટેલ, યુવા સંગઠન પ્રમુખ સંદિપ કાલરીયા, વોર્ડ નં. ૧૧ ના પ્રમુખ અમીતભાઈ ચાપાણી, કિશોરભાઈ પાડલીયા, અશ્વિનભાઇ બરોચીયા, સહીતની ટીમ સમગ્ર રથયાત્રાનું સુચારૂ ઢબે વ્‍યવસ્‍થા કરવા જહેમત ઉઠાવી રહયા છે. તેમ ઉમિયાધામ સિદસરના પ્રેસ મીડીયા સમિતિના કન્‍વીનર રજની ગોલની યાદીમાં જણાવાયુ છે.

(3:39 PM IST)