<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

મોરબી રોડ પર પ્‍લોટમાં પાણી છાંટતી વખતે આધેડનું હ્રદય બેસી ગયુ

મેંગો માર્કેટ પાછળ રહેતા પ્રોૈઢનું હાર્ટએટેકથી મોત

રાજકોટ તા.૧૨: શહેરમાં હાર્ટએટેકના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં મોરબી રોડ પર આધેડનું અને મેંગો માર્કેટ પાછળ પ્રોૈઢનું હાર્ટએટેકથી મોત થતા પરિવારજનો આઘાતમાં ગરક થઇ ગયા હતા.

આ ઘટનાની વિગત એવી છે કે, માલીયાસણ રહેતા નરેન્‍દ્રભાઇ હંસરાજભાઇ વેકરીયા (ઉ.વ.૪૮) મોરબી રોડ પર ખોડલધામ પાર્કમાં આવેલા પ્‍લોટમાં પાણી છાંટી રહયા હતા. દરમ્‍યાન તેમનું マદય બેસી જતા બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જયાં તેમનું મોત નિપજયુ હતું. મૃતક બે ભાઇ અને ૧ બહેનમાં વચેટ હતા તેમજ તેઓ પરિણીત હોવાનું તથા સંતાનમાં ૧ દીકરી અને ૧ દીકરો હોવાનું માલૂમ પડયુ છે.

અન્‍ય એક બનાવમાં મેંગો માર્કેટ પાછળ ખોડલધામમાં રહેતા ભીખાભાઇ હીરાભાઇ પીપળીયા (ઉ.વ.૫૭) ઘરે હતા ત્‍યારે બેભાન થઇ જતા સારવારમાં ખસેડવામાં આવ્‍યા હતા. જયાં તેમણે દમ તોડી દીધો હતો. તેઓ પરિણીત હોવાનું તથા સંતાનમાં ર પુત્ર હોવાનું તેમજ ૨ ભાઇ અને પ બહેનમાં મોટા હોવાનું સામે આવ્‍યું છે. પ્રાથમિક તપાસમાં હાર્ટએટેકને લીધે તેમનું મોત થયાનું ખુલ્‍યુ છે

(3:55 PM IST)