<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

શનિવારે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના શાહી સમુહલગ્ન : ૨૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે

ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન દ્વારા આયોજન

રાજકોટ : શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન - રાજકોટ દ્વારા તા.૧૪ને શનિવારના રોજ ચતુર્થ શાહી સમુહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં ૨૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પડશે. દીકરીઓને કરિયાવરમાં ૧૬૦થી વધારે વસ્તુઓ આપવામાં આવશે. આ પ્રસંગે પૂ.વિજયબાપુ તેમજ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા વિગેરે ઉપસ્થિત રહેશે.

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન અધ્યક્ષ - આયોજનમાં વિજયભાઇ જી. મકવાણા, પ્રમુખ - હાર્દિકભાઇ વી.ટાંક, ઉપપ્રમુખ - પ્રતિકભાઇ કે. ચોૈહાણ, મંત્રીશ્રી- વિક્રમભાઇ પી.કાચા, સહ મંત્રી - દિપકભાઇ ડી. રાઠોડ, ખજાનચી - સાગરભાઇ બી. જેઠવા, સહ ખજાચી - ધર્મેશભાઇ જે. ટાંક, સભ્યશ્રી - કમલેશભાઇ એમ. જાદવ, ગોૈરવભાઇ આર. મારૃ, સાગરભાઇ એચ. કાચા, ધ્રુવભાઇ એન. વાઘેલા, ભરતભાઇ વી. રાઠોડ, નટુભાઇ કે. વાઘેલા અરવિંદભાઇ જે. રાઠોડ, અશોકભાઇ જે. ચોટલીયા, અજયભાઇ ચાવડા, કમલેશભાઇ ભાલીયા, તુષારભાઇ ટાંક સેવા આપી રહ્યા છે.

સ્થળ ઃ સેલીબ્રેશન ટ્રી પાર્ટી પ્લોટ, રીવર સાઇડ સ્કુલ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ. (તસ્વીર ઃ અભિજીત બગથરીયા) 

(2:56 PM IST)