News of Thursday, 12th March 2026
ગુજરાત સરકાર પેન્શરોના વિધવા-ત્યકતા તથા અપરિણીત પુત્રીઓને ફેમેલી પેન્શનનો લાભ આપો
રાજકોટ જીલ્લા પેન્શનર સમાજની માંગણીઃ કલેકટરને આવેદન

રાજકોટઃ તા.૧ર, રાજકોટ જીલ્લા પેન્શનર અને સિનિયર સીટીઝન સમાજે કલેકટરને આવેદન પાઠવી ગુજરાત સરકારના પેન્શરોના વિધવા, ત્યકતા, અપરિણિત પુત્રીઓને ફેમીલી પેન્શનનો લાભ આપવા અંગે રજૂઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યુ હતું કે, જિલ્લા પેન્શનર અને સિનિયર સિટીઝન સમાજનાસભ્યોની વિધવા,ત્યકતા અને અપરણિત પુત્રીઓ છીએ ઉપરોકત વિષયે આપને આ આવેદનપત્ર મારફત વિનંતી કરીએ છીએ કે કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના પેન્શનર, વિધવા-ત્યકતા અને અપરણિત પુત્રીઓને ફેમીલી પેન્શન માટે અને તેઓના માતા-પિતા જેઓ પેન્શનર હતા તેના અવસાન બાદ પુત્રીઓને ફેમેલી પેન્શન આપી ચિંતામુકત કરેલ છે.
ગુજરાત સરકારે કર્મચારીઓના પગાર ધોરણ કેન્દ્રની સમકક્ષ કરેલા હોય, વિધવા, ત્યકતા અને અપરિણત પુત્રીઓને ફેમેલી પેન્શન આપવાની જોગવાઇ પણ કેન્દ્રના ધોરણે કરવી જોઇએ અને આ બાબતે ગુજરાતના વિવિધ પેન્શનર સંગઠનો પણ હમેશા રજુઆત કરતા આવ્યા છે.
તે બાબતો અમોને વ્યકિતગત લાગુ પડતી હોઇ તેમની માંગણીને અમો આ આવેદનપત્રથી દોહરાવીએ છીએ, વિશેષ અમો આપની સરકારે રાજયના વિધવા અને અસહાય બહેનોને માસિક ધોરણે પેન્શન આપવાની યોજના કરી છે, તે બાબતે આપની સરકારને અભિનંદન પાઠવીએ છીએ અને એ બહેનો માફક અમે પણ ફેમેલી પેન્શનની માંગણી કરીએ છીએ.
(3:36 PM IST)










