<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

સર્વેશ્વર ચોકમાં દિપ સેન્‍ડવીચમાં ઘરેલું ગેસનો બાટલો નીકળી પડયોઃ સીઝ કરાયો

પૂરવઠા દ્વારા યાજ્ઞિક રોડથી ત્રિકોણબાગ સુધી અનેક હોટલોમાં ચેકીંગ

રાજકોટઃ તા.૧ર,   જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર  (પヘમિ), રાજકોટ શહેર તથા પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા યાજ્ઞિક રોડ થી ત્રિકોણબાગ સુધી આવેલ વિવિધ હોટલ તથા ફાસ્‍ટ ફૂડ સ્‍ટોરમાં દ્યરેલુ ગેસ સિલિન્‍ડરના વપરાશ બાબતે સદ્યન ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું.

ચેકિંગ દરમ્‍યાન સર્વેશ્વર ચોક ખાતે આવેલ ‘‘દીપ સેન્‍ડવીચ'' નામના ફાસ્‍ટ ફૂડ સ્‍ટોરમાં ઘરેલુ ગેસ સિલિન્‍ડરનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનું જણાતા ઇન્‍ડેન કંપનીનો ૧ દ્યરેલુ ગેસ સિલિન્‍ડર સીઝ કરી જપ્ત કરવામાં આવ્‍યો.

તદુપરાંત તમામ હોટલ તથા ફાસ્‍ટ ફૂડ સ્‍ટોરના માલિકોને નિયમો અંગે સમજ આપવામાં આવી.

(3:54 PM IST)