News of Friday, 13th March 2026
રામાનંદી સમાજના સોશિયલ મીડિયા ક્રિએટર્સને એવોર્ડથી સન્માનિત કરવા રવિવારે સમારોહ

રાજકોટ તા. ૧૩ : સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા ક્ષેત્રે સારૂ કામ કરનાર રામાનંદી સાધુ સમાજના ક્રિએટર્સને એવોર્ડ આપી સન્માનિત કરવા આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ રાજકોટના આગેવાનોએ જણાવ્યુ હતુ કે તા.૧૫ના રવિવારે બપોરે ૩ વાગ્યાથી હોટલ કલાસિક બેન્કવેટ, લીમડા ચોક, રાજકોટ ખાતે આ એવોર્ડ સમારોહ ગોઠવેલ છે.
જેમાં સોશિયલ મીડિયા ક્ષેત્રે ખુબ સારી નામના હાંસલ કરનાર અને સરળ સમજુ તેમજ સમાજને કઇક સારી પ્રેરણા મળે તેવા વીડીયો - બ્લોગ્સ કે રીલ્સ બનાવનાર ક્રિએટર્સ, ઇન્ફલુએન્સરને એવોર્ડ આપી સન્માનીત કરાશે. આ માટે અત્યાર સુધીમાં ૫૦થી વધુ એન્ટ્રીઓ આવી ચુકી છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત રામાનંદી સાધુ સમાજના પ્રમુખ રવિરાજભાઇ રામાવત (મો.૯૯૨૪૯ ૫૫૫૦૪)ની આગેવાની હેઠળ જીજ્ઞેશભાઇ અગ્રાવત, જયદીપભાઇ નિમ્બાર્ક, વિવેકભાઇ નિમાવત, દેવાંગભાઇ નિમાવત, અજયભાઇ દેવમુરારી, રાજનભાઇ દેવમુરારી, અલ્પેશભાઇ અગ્રાવત, અમિતભાઇ વૈષ્ણવ, મયંકભાઇ રામાવત, નૈમીશભાઇ ટીલાવત, કિશોરભાઇ નિમાવત, તુષારભાઇ અગ્રાવત, કેયુરભાઇ નિમાવત, જયશનભાઇ દેવમુરારી, હિતેશભાઇ રામાવત, વિમલભાઇ કીલજી, તરૂણભાઇ નિમાવત, જયેશભાઇ કુબાવત, રાજુભાઇ કુબાવત, જગદીશભાઇ ટીલાવત, અનંતભાઇ નેનુજી, કરણભાઇ કુબાવત, ચામુંડરાઇ માધવાચાર્ય, અનિલભાઇ દેવમુરારી, ચંદ્રકાન્તભાઇ લશ્કરી, પ્રવિણભાઇ રામપ્રસાદી, અભિષેકભાઇ રામાનુજ, ભાર્ગવભાઇ દેવમુરારી, મોહિતભાઇ ટીલાવત, રાજભાઇ કુબાવત, શૈલેષભાઇ દેવમુરારી, પ્રીતભાઇ નિમાવત, શ્યામભાઇ દેવમુરારી, રઘુવીરભાઇ નિરંજની, રેનીશભાઇ દેવમુરારી, જગદીશભાઇ અગ્રાવત, પવનભાઇ કુબાવત, ધ્રુવભાઇ રામાનુજ, મોહિતભાઇ નિમ્બાર્ક, અનંતભાઇ નેનુજી, રાજકોટ મીડિયા ઇન્ચાર્જ સિધ્ધાર્થભાઇ લશ્કરી સોશિયલ મીડિયા સ્ટાર ચિરાગભાઇ અગ્રાવત, ત્રિશા અગ્રાવત, દિપાલી લશ્કરી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે એવોર્ડ સમારોહની વિગતો વર્ણવતા રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:07 PM IST)










