<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાંથી સંશોધન પત્રો હટાવાતા સતા મંડળમાંથી કમલ મહેતા દૂર થયા

નિદત્ત બારોટ અને કમલ મહેતાનો વિવાદ વકરે છે... : સત્‍યમેવ જયતે...હંગામી નહી..સુરત બદલની ચાહિએ... ડો. નિદત્ત બારોટનું સુચક નિવેદન

રાજકોટઃ તા.૧૩,ડો. નિદત્ત બારોટે એક યાદીમાં જણાવ્‍યું છે કે,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્‍યક્ષ દ્વારા જૂની તારીખમાં સંશોધન પત્રો પ્રસિદ્ધ કરવામાં આવ્‍યા છે, તેવી મારી ફરિયાદ હતી.આ ફરિયાદ સામે કમલ મેહતાએ જાહેર નિવેદન આપ્‍યું હતુંકે નિદત્ત બારોટની ફરિયાદ ખોટી છે, મારી સામે માત્ર આક્ષેપો છે અને ફરિયાદ પ્રસિદ્ધિ મેળવવા માટે છે.આ વાતને લગભગ એક મહિનો થયો, પરંતુ ઊભા થયેલા ‘‘હંગામા'' ને પરિણામે કેટલીક ‘‘સુરત'' બદલાઈ.

ડો. નિદત્ત બારોટે યાદીમાં જણાવ્‍યું કે, જર્નલ પર થી જૂની તારીખના પ્રસિદ્ધ થયેલ કથિત સંશોધન પત્રો દૂર કરવામાં આવ્‍યા, હવે ખરાઈ એ કરવાની રહી કે જો કમલ મહેતા સાચા હતા તો જર્નલ પર થી સંશોધન પત્રો દૂર કેમ થયા ? ‘‘જર્નલ'' ની ‘‘સુરત''બદલાઈ,૨. જર્નલના તમામ એડિટરો હટાવાયા, હવે નવું એડિટોરિયલ બોર્ડ  બને છે, આ વિગત જર્નલની વેબસાઇટ પર છે. ‘‘એડિટરો'' ની ‘‘સુરત'' બદલાઈ, ૩. સત્તામંડળમાં રહેવા ચોક્કસ સંશોધન પત્ર હોવા જરૂરી છે, કમલ મહેતાએ આપેલ સંશોધન પત્રો જર્નલમાંથી દૂર થતા, હવે સંશોધન પત્ર રહેતા નથી, માટે સત્તામંડળ માંથી કમલ મહેતા દૂર થયા, એટલે ‘‘બોર્ડ ઓફ સ્‍ટડીઝ'', ‘‘એકેડેમિક કાઉન્‍સિલ'' અને સર્વોચ્‍ચ ‘‘એક્‍સિક્‍યુટિવ કાઉન્‍સિલ'' ની ‘‘સુરત'' બદલાઈ

ડો. નિદત્ત બારોટએ વધુમાં જણાવ્‍યું કે, મારી એવી બિલકુલ ઇચ્‍છા નહતી કે કોઈ અધ્‍યાપક જામીન માટે વકીલ અને કોર્ટ ના ધક્કા ખાય, માટે અત્‍યાર સુધી મેં ‘‘સાઇબર ક્રાઇમ''માં ફરિયાદ કરી નહતી. પાછલી તારીખમાં પેપર છપાવી અને સત્તામંડળમાં આવવું અને પ્રમોશન માટે પ્રયાસ કરવો બંને મોટા ક્રિમિનલ ગુન્‍હા છે.

મને વિશ્વાસ હતો કે ‘‘દૂધ નું દૂધ'' અને‘‘પાણી નું પાણી'' થઈ જશે, જે થઈ ગયું. પાછલી તારીખમાં છપાયેલા કથિત ‘‘સંશોધન પત્રો'' દૂર થયા છે, જે દર્શાવે છે કે, મારી વાત આક્ષેપ, ખોટી ફરિયાદ કે પ્રસિદ્ધિ માટે નહતી, પરંતુ સાચી,હકીકત લક્ષી, અને ‘‘સુરત'' બદલવા માટે હતી. અંતમાં એટલુજ કહીશ, ‘‘સત્‍ય મેવ જયતે'', ‘‘હંગામા''નહીં ‘‘સુરત'' બદલની ચાહીયે. 

(4:03 PM IST)