<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

બહેન- બનેવીએ પુત્ર આપી દેવાનુ દબાણ કરતા શિતલબેન મકવાણાએ ફિનાઇલ પી લીધુ

પતિ દારૂ પી હેરાન કરતો હોય શિતલબેન રિસામણે છેઃ પોલીસે તપાસ હાથધરી

રાજકોટ, તા.૧૩: કરણસિંહજી હાઇસ્‍કુલ પાસે રહેતી પરિણીતાને પુત્ર આપી દેવા બહેન અને બનેવી દબાણ કરી ત્રાસ આપતા કંટાળીને ફિનાઇલ પી જતા સારવારમાં ખસેડવામાં આવ્‍યા છે.

 આ ઘટનાની વિગત એવી છે કે, મૂળ ગોંડલના અને હાલ રિસામણે રાજકોટમાં  કરણસિંહજી હાઇસ્‍કુલ પાસે રહેતા શિતલબેન સંજયભાઇ મકવાણા (ઉ.વ.૨૮)એ આજે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં આવ્‍યા છે. આપઘાતના પ્રયાસ કરનાર શિતલબેનના પતિ સંજયભાઇ દારૂ પીને ત્રાસ આપતા હોય તેઓ હાલ રિસામણે હોવાનું જણાવ્‍યું હતું તેમજ તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હોવાનું કહ્યું હતું.

શિતલબેને પોલીસ સમક્ષ જણાવ્‍યું હતું કે તેમના બહેન રૂપા અને બનેવી રવિ તેને ત્રાસ આપે છે તેમજ તેનો દીકરો તેમને આપી દેવા દબાણ કરે છે જેને લીધે કંટાળીને આ પગલુ ભરી લીધુ હતું. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથધરી છે

(2:52 PM IST)