તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૫ રવિવાર
રોહીદાસપરા વિસ્તારમાંથી લેવાયેલ ‘‘શુધ્ધ ઘી''નો નમૂનો નાપાસ
મનપાની ફુડ શાખા દ્વારા ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ : જય દ્વારકાધીશ ડેરી ફોર્મમાંથી લેવાયેલ નમૂનામાં વેજીટેબલ ફેટની હાજરી જોવા મળી : વિવિધ વિસ્તારના સુપર માર્કેટ અનેક કરીયાણાના વેપારીને ત્યાંથી કઠોળના ૧પ નમૂના લેવાયા

રાજકોટ,તા.૧૩: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જય દ્વારકાધીશ ડેરી ફાર્મ, રોહીદાસપરા મેઇન રોડ, શ્રીખોડિયાર મંદિર સામે, કુવાડવા રોડ, રાજકોટ મુકામેથી થોડા સમય પહેલા લેવામાં આવેલ ખાદ્યચીજ શુદ્ધ ઘી નો નમૂનો તપાસ અર્થે મોકલવામાં આવેલા જે બાદ પળથ્થકરણ રિપોર્ટમાં B.R.READING AT 400 C તથા આયોડિન વેલ્યૂની માત્રા ધારાધોરણ કરતાં વધુ અને વેજીટેબલ ફેટની હાજરી આવેલ હોવાથી નમૂનો ૅસબસ્ટાન્ડર્ડૅ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
૧પ નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કરેલ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત ૧૨ પેઢીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ તેમજ સદર પેઢીઓમાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ સોયાબીનઃ ગોલ્ડન સુપર માર્કેટ, નંદનવન શોપ નં.૧-૫, શ્રીનાથજી પાર્ક, સાધુવાસવાણી રોડ, દેશી ચાણા : ગોલ્ડન સુપર માર્કેટ, નંદનવન શોપ નં.૧-૫, શ્રીનાથજી પાર્ક, સાધુવાસવાણી રોડ, તુવેર દાળઃ આર હાઇપર માર્કેટ પ્રા. લિમિટેડ, ય્પ્ઘ્ શાક માર્કેટ, સામે સાધુવાસવાણી રોડ, મગ છડી દાળ : ઓમ સુપર માર્કેટ, જય વરદાયિની કોમ્પ્લેક્સ-૧-૨, સાધુવાસવાણી રોડ, કાબુલી ચણાઃ ઓમ સુપર માર્કેટ, જય વરદાયિની કોમ્પ્લેક્સ-૧-૨, સાધુવાસવાણી રોડ, સફેદ ચોળીઃ બાલાજી શોપિંગ સેન્ટર, ઈન્દ્રપ્રસ્થ, દુકાન નં.-૨૯, રૈયા રોડ, મગ : શ્રી જલીયાણ પ્રોવિઝન સ્ટોર, હનુમાન મઢી પાસે, રૈયા રોડ, બાલાજી કોમ્પ્લેક્સ, રાજકોટ. ચણાદાળ : શ્રી ભગવતી પ્રોવિઝન સ્ટોર, હનુમાન મઢી પાસે, રૈયા રોડ, બાલાજી કોમ્પ્લેક્સ, રાજમા : એન.બી. બ્રધર્સ, હનુમાન મઢી પાસે, રૈયા રોડ, બાલાજી કોમ્પ્લેક્સ, લીલા વટાણા : જય સિયારામ શોપિંગ સેન્ટર, કૌશર બેકરી પાસે, રૈયા રોડ, અળદઃ ચંદન સુપર માર્કેટ, ડેકોરા સ્ક્વેર, ગ્રાઉન્ડ ફ્લોર, સાધુવાસવાણી રોડ, રાજકોટ. રાજમા : બાલાજી સુપર માર્કેટ, પંચાયત નગર, બસ સ્ટોપની સામે, યુનિ.રોડ, તુવેર દાળઃ સ્થળ- બાલાજી સુપર માર્કેટ, પંચાયત નગર, બસ સ્ટોપની સામે, યુનિ.રોડ, વાલ : સ્થળ- રાજેશ અનાજ ભંડાર, શાંતિવન સોસાયટી, પંચાયત ચોક, યુનિ. રોડ, મઠ : સ્થળ- એન.કાકુભાઈ ગાંધી, અક્ષર માર્ગ, સ્વામિનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ સહિત ૧પ નમૂના લેવામાં આવ્યા છે. તેમ મનપાના આરોગ્ય વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયું છે










