News of Friday, 13th March 2026
કોમર્શીયલ બાટલાની ભારે અછત છે: શકય હોય તેટલો પુરવઠો આપો: ડીઍસઓને આવેદન

ફરસાણ વેપારી ઍસો.ની રજૂઆત: ફરસાણઍ જીવન જરૂરી વસ્તુ છે
રાજકોટ, તા. ૧૩: જંકશન પ્લોટ વિસ્તારના ફરસાણ વેપારી ઍસો.ઍ ડીઍસઅોને આવેદન પાઠવી રાંધણ ગેસના કોમર્શિયલ રીફીલની અછત ઉભી થવા અંગે રજુઆતો કરી હતી. આવેદનમાં ઉમેર્યુ હતું કે અનિવાર્ય સંજાગોના કારણે હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ફરસાણ ઉદ્યોગમાં વપરાતા ગેસના કોમર્શિયલ બાટલાની અછત ઉભી થતા તમામ વેપારીઅોને ખુબ જ મોટી હાલાકી ભોગવવી પડી હતી તો તેના માટે શકય હોય તેટલો ગેસ પુરવઠો પુરવાર કરવા મહેરબાની કરશો. ખાસ કરીને ફરસાણ નાના-મોટા ધંધા ગેસ પુરવઠો ઉપર જ ચાલતા હોય છે અને ફરસાણ ઍક ‘‘જીવન જરૂરી’’ વસ્તુ છે. ઘણા ઍકમો ઠપ થઇ ગયેલ છે. માટે હાલ તબક્કે ઘટતુ કરવા નમ્ર અપીલ આવેદન દેવામાં પંકજ જાબનપુત્રા તથા અન્યો જાડાયા હતા.
(3:50 PM IST)










