તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
સોૈરાષ્ટ્ર યુનિવર્સીટીમાં એનએસયુઆઇના પ્રદેશ પ્રવકતા ધ્રુમીલ રાઠોડ અને નરેન્દ્ર સોલંકી ઉપર હૂમલો
બન્નેને સરકારી દવાખાને ખસેડાયાઃ ભરતી પ્રક્રિયામાં ૧૫૬ ઉમેદવારોને અન્યાય અને રોસ્ટર પ્રક્રિયાનું પાલન થતુ ન હોવાની રજુઆત વખતે એબીવીપીના કાર્યકરો દ્વારા હુમલાનો આક્ષેપ

રાજકોટ તા.૧૩: આજે બપોરે સોૈરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે ભરતી પ્રક્રિયામાં અન્યાય વિશે રજુઆત કરવા ગયેલા એનએસયુઆઇના કાર્યકરો ઉપર એબીવીપીના હરીફ જુથે હુમલો કરતા બે કાર્યકરોને સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઇજાગ્રસ્તોમાં ધ્રુમીલ રાઠોડ અને નરેન્દ્ર સોલંકીનો સમાવેશ થાય છે.
એનએસયુઆઇના વિપ્લવ પરમારે માધ્યમોને જણાવ્યુ હતુ કે ૧૫૬ જેટલા યુવાનોને ભરતી પ્રક્રિયામાં અન્યાય થઇ રહયાની અને ભરતીમાં રોસ્ટર પ્રક્રિયાનું પાલન થતું ન હોવાની રજુઆત વાઇસ ચાન્સેલર અને સરકાર વિરૂધ્ધ ગયા ત્યારે અમારા કાર્યકરો દ્વારા રોષભેર સુત્રોચ્ચાર કરવામાં આવી રહયા હતા ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ હુમલો કરી અમારા પ્રદેશ પ્રવકતા ધ્રુમીલ રાઠોડને ઇજા પહોંચાડી હતી. આ હુમલામાં બેભાન હાલતમાં ધ્રુમીલ રાઠોડને સારવાર માટે ખસેડાયા છે. હુમલામાં અમારા કાર્યકર અને આગેવાન નરેન્દ્ર સોલંકીને પણ ઇજા થતા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અમારી માંગણી છે કે, રજુઆત સંદર્ભે ન્યાય મળે અને હુમલાખોરો સામે ગુનો નોંધી કડકરાહે પગલા લેવામાં આવે.
ઇજાગ્રસ્ત કાર્યકર
વિપ્લવ પરમાર, NSUI
(3:56 PM IST)










