તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
નિવૃત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી ૧૨ લાખ પડાવનાર બે મહિલા અને એક યુવક ઝડપાયો
૭ દિવસની રીમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજુ કરાયાઃ મુખ્ય આરોપી પાયલ પટેલ અને નિલેશ ભરવાડે ૬-૬ લાખનો ભાગ પાડી સાથી યુવતીઓને ફુટી કોડી પણ આપી નહિ!

રાજકોટ તા.૧૩: બોટાદના નિવળત્ત શિક્ષકને જમીન લેવાના બહાને રાજકોટ બોલાવી બાદ બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટેલમાં લઈ જઈ મહિલા સાથે બળજબરી શરીર સંબંધ બંધાવી તેના ફોટા પાડી બાદ કારમાં બેસાડી અપહરણ કરી અજાણી જગ્યાએ લઈ જઈ રૂ.૮૦ લાખની માંગણી કરી રૂ.૧૨ લાખ પડાવી વધુ પૈસાની માંગણી કરી ધમકી આપતા હોવાની વળધ્ધે રાજકોટ એ ડીવીઝન પોલીસમાં પાયલ પટેલ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો હતો.આ ગુનામાં ક્રાઈમ બાન્ચે ગણતરીની કલાકોમાં જ બે મહિલા સહિત ત્રણને દબોચી લીધા છે. અન્ય કોઈને ભોગ બનાવ્યા છે કે નહીં તે જાણવા પોલીસે ત્રિપુટીને ૭ દિવસની રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી તેના બે સાગરીતની શોધખોળ હાથધરી છે.
બોટાદમાં રહેતા બટુકભાઈ માનસંગભાઈ પટેલ નામના નિવળત શિક્ષકે ડીવીઝન પોલીસમાં પાયલ ભાવીન પટેલ અને બે અજાણી મહિલા સહિત સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે વળધ્ધ વર્ષ ૨૦૨૫માં શિક્ષક તરીકે નિવળત થયા હોય તેમની નિવળતી બાદ જમીનમાં રોકાણ કરવાની ઈરછા હોવાથી પાયલ સાથે તેનો પરિચય થયો હતો.બાદ પાયલે વળધ્ધને રાજકોટમાં સારી જમીન બતાવવાનું બહાનું ધરી ગત.તા.૭ ફેબુઆરીએ પોતાની કાર લઈ વળધ્ધને રાજકોટ બોલાવી બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટેલમાં લઈ જઈ વળધ્ધને બળજબરીપૂર્વક મહિલા સાથે શરીર સંબંધ બંધાવી તેના ફોટા પાડી લીધા હતા. બાદમાં તેની જ કારમાં છરીની અણીએ વળધ્ધનું અપહરણ કરી રૂ.૮૦ લાખની માંગણી કરી હતી.જો પૈસા ન ચુકવે તો પોકસોના કેસમાં ફીટ કરવાની ધમકી આપી હોવાથી વળધ્ધ બદનામીના ડરે રૂ.૧૨ લાખ પાયલના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતાં છતા ટોળકી વધુ પૈસાની માંગણી કરી ધમકી આપતી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સીસ અને બાતમી આધારે પાયલ ભાવીન પટેલ, તેજલ દિપક ટીંડાણી અને નિલેશ મૈયા ઝુંઝાને ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પાયલ આ હનીટ્રેપ ગેંગની મુખ્ય સૂત્રધાર છે. અગાઉ ભરૂચના અંકલેશ્વરમાં તેની સામે હનીટ્રેપનો ગુનો નોંધાઈ ચુકયો છે.પાયલ પોતાની વાકચાતુર્યથી ભોળવાતા લોકોને જમીનના સોદાના બહાને બોલાવતી અને બાદ રાજકોટની તેજલ સાથે મળીને બળાત્કારના ગુનામાં ફીટ કરવાની ધમકી આપી ખંડણી વસુલતી હતી. આ ટોળકીમાં નિલેશ ડ્રાઈવીંગની સાથે અન્ય સહાયક ભૂમિકા ભજવતો હોવાનું જાણવા મળતા પોલીસે ઝડપાયેલી ત્રિપુટીને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા કાર્યવાહી કરી છે. તેમજ આ ટોળકીના બે સાગરીત અંજલી અને હિરાની શોધખોળ હાથ ધરી છે.
(4:04 PM IST)










