<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના માળખાની ભવ્ય જાહેરાત: પ્રમુખ ડો. માધવ દવે, મહાનગરના પ્રભારી અનિરુદ્ધભાઈ દવે અને અન્ય હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કર્યા બાદ પ્રમુખ મિલન લીંબાસીયાએ સંગઠનને મજબૂત બનાવવા લડાયક અને ઉત્સાહી યુવા પાંખની કરી વરણી

રાજકોટ મહાનગરના ૧૮ વોર્ડના સમીકરણોને ધ્યાને રાખી કારોબારી સભ્યો અને હોદ્દેદારોની નિમણૂક કરાઈ; તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલી

રાજકોટ: રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો. માધવ દવે, મહાનગરના પ્રભારી અનિરુદ્ધભાઈ દવે અને અન્ય હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કર્યા બાદ રાજકોટ મહાનગર યુવા મોરચાના સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખ મિલન લીંબાસીયા દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં શહેરના વિવિધ વોર્ડના સક્રિય અને પાયાના કાર્યકરોને સ્થાન આપીને આગામી સમય માટે મજબૂત ટીમ તૈયાર કરવામાં આવી છે.

મુખ્ય હોદ્દેદારોની યાદી:
સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સોંપતા ૧૬ મુખ્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જે નીચે મુજબ છે:

 * ઉપપ્રમુખ: હિરલ કટારીયા (વોર્ડ ૨), નાગજીભાઈ રાઠોડિયા (વોર્ડ ૪), કુલદીપસિંહ જાડેજા (વોર્ડ ૬), અનિરુદ્ધભાઈ વાળા (વોર્ડ ૭), અને જયભારત ધામેચા (વોર્ડ ૯).
 * મંત્રી: શ્રીમતી શીતલબેન મહેતા (વોર્ડ ૧૦), હાર્દિકભાઈ ફુગશિયા (વોર્ડ ૫), મોહિત શીયાળ (વોર્ડ ૧), જય બોરીચા (વોર્ડ ૧૩), અને અંકિત સોરઠીયા (વોર્ડ ૧૧).
 * કોષાધ્યક્ષ: ધ્રુવ કાકડીયા (વોર્ડ ૧૭).
 * કાર્યાલય મંત્રી: રાહુલ રાઠોડ (વોર્ડ ૬).
 * સહ કાર્યાલય મંત્રી: રઘુ ચાવડા (વોર્ડ ૨).
 * આઈ.ટી. ઇન્ચાર્જ: રોનક ગડારા (વોર્ડ ૯).
 * સોશિયલ મીડિયા ઇન્ચાર્જ: શ્રીમતી પ્રતિક્ષાબેન પાઘડાળ (વોર્ડ ૧).
 * મીડિયા ઇન્ચાર્જ: જયપાલ પટગીર (વોર્ડ ૧૫).

યુવા મોરચાના કારોબારી સભ્યો:
યુવા મોરચાને પાયાના સ્તરે સક્રિય કરવા માટે ૧૭ કારોબારી સભ્યોના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે:

૧. હર્ષદીપસિંહ જાડેજા (વોર્ડ ૧૦)
૨. પ્રણવભાઈ ગોહિલ (વોર્ડ ૧)
૩. કિશનભાઈ ઉનડકટ (વોર્ડ ૧)
૪. કશ્યપભાઈ મેંદપરા (વોર્ડ ૧૨)
૫. ભાગવત શર્મા (વોર્ડ ૨)
૬. અભિરાજસિંહ તલાટીયા (વોર્ડ ૧૧)
૭. પાર્થભાઈ કોરીંગા (વોર્ડ ૯)
૮. કુશલભાઈ ઢોલીયા (વોર્ડ ૧૦)
૯. દર્શનભાઈ વાકોદરીયા (વોર્ડ ૧૧)
૧૦. જય મહેતા (વોર્ડ ૧)
૧૧. જયભાઈ દવે (વોર્ડ ૨)
૧૨. ઇતિરાજસિંહ જાડેજા (વોર્ડ ૧)
૧૩. મનીષભાઈ રાઠોડ (વોર્ડ ૬)
૧૪. ભાગ્યેશભાઈ શાહ (વોર્ડ ૭)
૧૫. હર્ષભાઈ કમાણી (વોર્ડ ૪)
૧૬. ઘનશ્યામભાઈ મહેતા (વોર્ડ ૧૬)
૧૭. જયદીપભાઈ વજકાણી (વોર્ડ ૧૫)

આ નિમણૂકોની નકલ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના ઉચ્ચ નેતાઓને રવાના કરવામાં આવી છે. આ નવી ટીમની જાહેરાત થતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી કાર્યક્રમો માટે યુવા પાંખ સજ્જ બની છે.

(12:57 AM IST)