તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Saturday, 14th March 2026
નિધિ સ્કૂલ દ્વારા ‘‘આશાએ ખીલે દિલ કી'' વાર્ષિક મહોત્સવઃ બાળકો દ્વારા કૃતિ રજૂ

રાજકોટ : નિધિ સ્કૂલ દ્વારા હેમુ ગઢવી હોલ, ખાતે વાર્ષિક મહોત્સવ ‘‘આશાએ ખેલે દિલ કી'' નું આયોજન કરવામાં આવેલ હતુ. કે.જી થી ધો. ૮ સુધીના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના ૩૮૦ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા દેશભક્તિ ગીત, રાજસ્થાની ફોક ડાન્સ, નારી શક્તિ થીમ ડાન્સ, મહિસાસુર મર્દની ડાન્સ, કોમેડી ડાન્સ, આધ્યાત્મિક જાગળતિનું ડ્રામા, જેવી ૨૯ કળતિઓ રજૂ કરવામાં આવેલ. કે.જી થી ધોરણ - ૮ સુધીના શ્રેષ્ઠતમ પર્ફોમન્સ આપેલ વિદ્યાર્થીને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા.
બ્રહમાકુમારી નયનાદીદી, બ્રહમાકુમારી ભાગ્યોવતીદીદી, લલિતભાઈ વાડોલીયા (મહામંત્રી, ભા.જ.પ. રાજકોટ શહેર), નરેન્દ્રસિંહ જાડેજા (મહામંત્રી, ભા.જ.પ, રાજકોટ જીલ્લા), ચંદ્રસિંહ જાડેજા (એડવોકેટ), શ્રીમતી લક્ષ્મી મિશ્રા (મહીલા અગ્રણી), શ્રીમતી દુર્ગાબા જયદીપસિંહ જાડેજા (પુર્વ કોર્પોરેટર), વિજય રાઠોડ (મહામંત્રી, ભા.જ.પ આદીજાતિ મોરચો,રાજકોટ),અવિ મકવાણા (યુવા અગ્રણી, ભા.જ.પ), રાજેનભાઈ સિંધવ (ભા.જ.પ અગ્રણી, રાજકોટ), સેજલબેન ચૌધરી, જલ્પાબેન દતાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન પૂર્વા ગોહેલ તેમજ રજીયા રાજપરીએ કરેલ. આ વાર્ષિકોત્સવને સફળ બનાવવા માટે સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડે જહેમત ઉઠાવી હતી.
(10:38 AM IST)










