News of Saturday, 14th March 2026
રાજકોટ જીલ્લા પંચાયત લોધીકાની સિટોમાં બે એકનું સિમાંકન ફર્યુઃ એક સિટ યથાવત

(ભીખુપરી ગોંસાઇ દ્વારા) ખીરસરા તા. ૧૪ :.. લોધિકા-૧૯ જીલ્લા પંચાયત સિટ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની થતાં ચુંટણી લડવા ટીકીટ માટેની તૈયારીઓ કરતા ઓબીસીના ઉમેદવારો પૈકી ભરવાડ, કોળી, ખાંટ, રાજપુત, આહિર, વાણંદ, બાવાજી, મોચી, રાજગોર બ્રાહ્મણ સમાજ સહિતના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ના કોઈ પણ વ્યક્તિ લોધીકા ૧૯ જીલ્લા પંચાયત સિટમા દાવેદારી નોંધાવી શકે છે. તો પારડી ૨૪ જીલ્લા પંચાયત સિટ સામાન્યસ્ત્રી હોવાથી કોઈ પણ સમાજ નીસ્ત્રીઓ ચુંટણી લડવા માટે દાવેદારી નોંધાવી શકે છે. લોધિકા જીલ્લા પંચાયતમા લોધીકા- ૧૯ તેમજ પારડી- ૨૪ આમ સિટ બે છેલ્લા એક દશકાથી લોધીકા ૧૯ તેમજ પારડી ૨૪ સામાન્યસ્ત્રી પુરુષ તેમજ અનુસુચિત જાતિસ્ત્રી પુરુષ ની કેટેગરીમાં બદલતી પરંતુ ૨૦૨૬ ના નવા સીમાંકન મુજબ સરકાર દ્વારા ૨૭ ટકા ઓબીસી દાખલ કરતા લોધીકા ૧૯ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ જાહેર કરવામાં આવેલ છે તો પારડી ૨૪ સામાન્યસ્ત્રી યથાવત રાખવામાં આવેલ છે લોધીકા ૧૯ સિટમાં આહિર ભરવાડ કોળી વાણંદ બાવાજી રાજગોર બ્રાહ્મણ તેમજ ખાંટ રાજપુત સહિત ના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ની કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકે. તેમજ પારડી ૨૪ સામાન્યસ્ત્રી હોવાથી કોઈ પણ જ્ઞાતિ ની મહિલા ઉમેદવારી નોંધાવી શકે.
(11:25 AM IST)










