<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

બાકી વીજળીના નાણાં વસુલવા ૧૭ મીએ આખા રાજકોટમાં વીજ કનેકશન ‘‘કટ''ની ઝુંબેશ

૧પમી પહેલા વીજબીલ ભરી દેવા અપીલઃ સ્‍થળ ઉપર પૈસા નહિ લેવાય

રાજકોટઃ તા.૧૪, પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ આગામી ૧૭ મીએ આખા રાજકોટના તમામ વીજ સબપ્રડીવીઝન વિસ્‍તારમાં મેગા ડીસપ્રકનેકશન ડ્રાઇવ યોજાશે. અંદાજે ૩૦૦ થી વધુ ટીમો દ્વારા સવારથી બાકી બીલના નાણા વસુલાત સંદર્ભે ધડાધડ વીજ કનેકશનો  કાપી નખાશે તેમ અધીકારીસુત્રોએ ઉમેયું છે.

સદર મેગા ડીસપ્રકનેકશન ડ્રાઇવ દરમ્‍યાન વીજબિલનાં બાકી લેણાવાળા ગ્રાહકો વીજજોડાણોને ફકત ડીસકનેકશન જ  કરવામાં આવશે. સ્‍થળ પર વીજબીલના નાણાં સ્‍વીકારવામાં આવશે નહી. બીલના નાણાં સબપ્રડીવીઝન ઓફિસ પર આવી ૧૦૦% બીલની રકમ ભરપાઇ કરવાની રહેશે. તેમજ નિયમ અનુસાર કનેકશન ચાર્જ વસૂલી થયા બાદ જ આવા કપાયેલા વીજજોડાણ પુનઃ ચાલુ કરવામાં આવશે.

ગ્રાહકોને અનુરોધ કરાયો છે ક, આપના બાકી રહેતા વીજબીલના નાણાં તાત્‍કાલીક ધોરણે તા. ૧પ/૩/ર૦ર૬ પહેલા ભરપાઇ કરવા, જેથી પાવર બંધ થવાથી થતી તકલીફ તથા વધારાનો ભરવા પડતા ચાર્જમાંથી મુકત રહી શકાય.

ઉપરાંત વીજબીલના નાણાંની કેશલેસ ચુકવણી કરવા અંગે પૂરા પાડવામાં આવેલ વિવિધ માધ્‍યમો પણ ગ્રાહકો વીજબીલની ચુકવણી કરી શકે છે જેમે કે (૧) ઇ.સી.એસ. (ECS) (ર) ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ(કંપનીની વેબ સાઇટ WWW.PGVCL.COM (૩)પીજીવીસીએલ  પેટા વિભાગીય કચેરી ખાતેના POS મશીન દ્વારા  (૪) કંપનીની વેબસાઇટWWW.PGVCL.COM મારફત  UPIમોડેથી (પ) ઇન્‍સ્‍ટ્રા પેમેન્‍ટ/ ઇપ્રવોલેટ, (૬) ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબસાઇટ મારફત (૭) એ.ટી.એમ. મશીન (HDC/ICICI/BOB બેંકોના) (૮) RTGS/NEFT  ના ે સમાવેશ થાય છે.  

 

(2:14 PM IST)