તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
કાલે વુમન્સ-ડે સ્પેશ્યલઃ નારી શક્તિ સન્માન સમારોહમાં ૧૨૦ બહેનોનું સન્માન
નારી દ્વારા નારી માટે આયોજીત ભારતીય સંસ્કૃતિ મુજબ કાર્યક્રમ યોજાશે

રાજકોટઃ જલ્સ એક્ટિવિટ લેડીઝ ક્લબ રઘુવંશી તરંગ લેડીઝ ક્લબ તથા રામ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે તા.૧૫ના રવિવારે વુમન્સ ડે સ્પેશિયલ ‘‘નારી શક્તિ સન્માન'' સમારોહ ૨૦૨૬નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આશરે ૧૨૦ જેટલી નારીઓને તેમના વિવિધ ક્ષેત્રમાં ખાસ કાર્ય બદલ બિરદાવવામાં આવશે. આ બધા જ ક્લબ ગ્રુપનો હેતુ બધા જ બહેનો જે નાના કે મોટા કોઈપણ બિઝનેસ કે કામ કરે છે એમને પ્રોત્સાહિત કરવાનો હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ પ્રસંગે રાજકોટ શહેરના પ્રતિષ્ઠિત મહિલાઓ તથા મહેમાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ ૧૫મી રવિવાર બપોરે ૨:૩૦ વાગ્યાથી વિજય મોદી સ્કૂલ ૧૫૦ ફુટ રીંગ રોડ કેમ્પસમાં યોજાશે.
જેમાં શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. નારી દ્વારા નારી માટે આયોજીત કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ યોજાશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે જલ્સ એક્ટિવિટી લેડીઝ ક્લબના પ્રેસિડેન્ટ જલ્પાબેન દત્તાણી, રઘુવંશી તરંગ લેડીઝ ક્લબના પ્રેસીડન્ટ બનાબેન રઘુવંશી તથા રામ ગ્રુપના પ્રેસીડન્ટ બીનલબેન પુજારા તથા કમિટીના વિવિધ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે જલ્પાબેન દત્તાણી (મો.૮૪૬૦૯ ૧૬૫૩૦), બીનાબેન રઘુવંશી (મો.૭૨૮૪૯ ૦૯૪૯૫), બીનલબેન પૂજારા (મો.૯૪૨૯૯ ૭૮૦૮૩) સંપર્ક કરવો. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:49 PM IST)










