<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

સેકન્‍ડ વાઇફ રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ કાફેમાં સાંજે લાઇવ સૂફી ગીતો કાર્યક્રમ

રાજકોટ તા. ૧૪ : મિસ અવની ઝાલા અને સેકન્‍ડ વાઇફ રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ કાફેના સંયુકત ઉપક્રમે આજે તા. ૧૪ના શનિવારે સાંજે ૮.૩૦ વાગ્‍યે લાઇવ સુફી ગીતોની મહેફીલનું આયોજન થયુ છે.

સેકન્‍ડ વાઇફ રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ કાફે, ૧૫૦ ફુટ રીંગરોડ, ગીરગામઠીની બાજુમાં યોજાયેલ આ કાર્યક્રમમાં લાઇવ ગીતો રજુ થશે. સંગીત રસીકોને વિનામુલ્‍યે પ્રવેશ છે.

રાજકોટના જ જાણીતા કીબોર્ડ પ્‍લેયર ડો. મલય પલાણના ફકત કીબોર્ડ વન મેન ઓરકેસ્‍ટ્રા દ્વારા રજુ થશે. એન્‍કર મેઘલ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કરશે.

ગીતોને સુરીલો સ્‍વર અવની ઝાલા, શ્રીમતી ચૈતાલી સંઘવી, જીગ્નેશ જીતેન્‍દ્ર, પ્રણવ દવે, જય પાઠક, પ્રમીશ ભાઇ, રાહુલ ભટ્ટ રજુ કરશે. વહેલા તે પહેલાના ધોરણે વિનામુલ્‍યે પ્રવેશ અપાશે. ગીત સંગીતના ચાહકોએ લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજક ટીમના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:49 PM IST)