<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ભાજપીઓનો ભ્રષ્‍ટાચાર ખુલ્લો પડી ગયો : કયાંય પણ આવુ ચાલતુ હોય તો આમ આદમી પાર્ટીને જાણ કરજો : દિનેશ જોષી

સરકીટ હાઉસનો ઉપયોગ શું આવા વહીવટો માટે કરવામાં આવે છે? તેવા સવાલો પણ ઉઠાવાયા

રાજકોટ તા. ૧૪ : શહેરમાં ચાલતા ભ્રષ્‍ટાચાર સામે લોકોએ આગળ આવવા આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ દિનેશ જોષીએ આહવાન કર્યુ છે અને આવી કોઇ ફરીયાદ હોય તો આમ આદમી પાર્ટીના કાર્યલયે જાણ કરવા જણાવ્‍યુ છે.

તેઓએ એક યાદીમાં જણાવ્‍યુ છે કે હાલમાં જ ભાજપના એક કોર્પોરેટર દ્વારા બાંધકામ સામે વાંધો ઉઠાવી બાદમાં રૂ.૩ લાખમાં મામલો સંકેલી લેવાની બાંહેંધરી આપતો વીડીયો ખુબ વાયરલ થયો છે. વીડીયોમાં નિવેદન કેદ થઇ જવા છતા પોતે આ વીડીયો એઆઇથી બનાવેલો હોવાનો લુલો બચાવ કરે છે.

પરંતુ દિલીપભાઇ નામના વ્‍યક્‍તિ પાસેથી ચા પાણીના રૂ.૩ લાખ માંગવા અને પછી છેલ્લે ૧,૨૫,૦૦૦માં પતાવવા જેવી વાતો આ વીડીયોમાં સ્‍પષ્‍ટ સંભળાયે છે. તો આ વીડીયો એઆઇનો કઇ રીતે કહી શકાય? વળી જો ચા-પાણી માટે આટલી રકમ માંગવામાં આવતી હોય તો જમવા માટે કેટલી રકમ માંગવામાં આવતી હશે? તેવા સવાલો આપના પ્રમુખ દિનેશભાઇએ ઉઠાવ્‍યો છે.

તેમજ સરકીટ હાઉસનો પણ આવા ભ્રષ્‍ટાચારના કામો માટે દુરઉપયોગ ભાજપવાળા ખુલ્લેઆમ કરતા હોવાનું ફલીત થાય છે. સવાલ એ પણ થાય કે શું સાંજે પ પછી સરકીટ હાઉસમાં ભાજપના કોર્પોરેટર દ્વારા આવા વહીવટી કામો જ કરવામાં આવે છે? જો આ રીતે કયાય પણ ભ્રષ્‍ટાચાર થતો જોવા મળે તો આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોશી (મો.૯૮૨૫૪ ૧૬૭૫૪), શિવલાલભાઇ બારસીયા (મો.૯૮૨૫૦ ૭૯૦૨૨), રાહુલભાઇ ભુવા (મો.૯૬૩૮૭ ૦૭૦૩૦), દિલીપસિંહ વાઘેલા (મો.૯૬૬૨૬ ૦૯૯૦૦), સંજયસિંહ વાઘેલા (મો.૯૮૨૪૪ ૦૯૧૦૦)નો સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવેલ છે

(2:51 PM IST)