<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

બાબરાના દિવ્‍યધામ વલારડીમાં શિવકથાઃ પૂ.ગિરીબાપુ જ્ઞાનગંગા વહાવશે

કથા દરમ્‍યાન ધાર્મિક-સાંસ્‍કૃતિક કાર્યક્રમોઃ દિવ્‍યધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજન : ૧૯મીથી શિવકથાનો પ્રારંભ થશે, દરરોજ સાંજે હરિદ્વારના બ્રાહ્મણો દ્વારા ગંગા આરતીઃ મહેમાનોનું ગંગાજળની લોટીથી સન્‍માન

રાજકોટઃ સુરાપુરા દાદાની પવિત્ર પ્રેરણાથી બાબરા તાલુકાના દિવ્‍યધામ વલારડી ખાતે તા. ૧૯ થી ૨૭ માર્ચ દરમિયાન ભવ્‍ય શિવકથાના આધ્‍યાત્‍મિક મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ શિવકથા દરરોજ બપોરે ૩ થી સાંજે ૬ વાગ્‍યા સુધી પૂજ્‍ય ગીરીબાપુની પવિત્ર વાણી દ્વારા શક્‍તિના સાનિધ્‍યમાં યોજાશે, જેમાં ભગવાન શિવના મહિમા, ત્રિલોકના રહસ્‍યો તથા આધ્‍યાત્‍મિક જીવનના મર્મ પર પ્રકાશ પાડવામાં આવશે.

શિવકથાના  ગંગાજળ રથયાત્રા બરા રાજયભરના અનેક ગામોમાં આમંત્રણ આપવામાં આવ્‍યું છે. આ શિવકથાના અવસર પર વિવિધ ધાર્મિક અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોની હારમાળા સર્જાશે. તા. ૧૯ના ગુરૂવારે રોજ સવારે ૫ વાગ્‍યે ગંગાજીના સામૈયા વલારડીથી દિવ્‍યધામ સુધી યોજાશે તેમજ બપોરે ૨ વાગ્‍યે દાદાના મંદિરેથી કથા સ્‍થળ સુધી પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. તે જ દિવસે બપોરે ૩ વાગ્‍યે પૂજ્‍ય ગીરીબાપુના વરદ હસ્‍તે ભક્‍તજનોની સુવિધા માટે ભવ્‍ય દિવ્‍ય ભવનનું લોકાર્પણ કરવામાં આવશે, જે હજારો ભક્‍તજનો માટે આશ્રયસ્‍થાન બનશે.

શિવકથાના પાવન પ્રસંગો અંતર્ગત તા. ૨૪ માર્ચે સાજે ૫ વાગ્‍યે સતી પ્રાગટ્‍ય મહોત્‍સવ તથા તા. ૨૫ માર્ચે સાંજે ૩. વાગ્‍યે ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર વિવાહનો ભવ્‍ય પ્રસંગ ઉજવાશે.

કથાની સાથે દરરોજ રાત્રે ધાર્મિક અને સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે. તા. ૧૯ના નીર્તિન ગ્રુપ દ્રારા શિવ-શક્‍તિની ઝાંખી, તા. ૨૦ના જય રણછોડ ગ્રુપ (ગાંધીનગર) દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ, તા. ૨૧ના લોકસાહિત્‍યકાર રાજભા ગઢવી, લોકગાયિકા શ્રૃતિ પટેલ અને લોકગાયક માનસિહ ગોહિલ દ્વારા ભવ્‍ય લોકડાયરો યોજાશે. તા. ૨૨ના ભવ્‍ય રાસોત્‍સવ, તા. ૨૩ ના ભજાનિક ભગવતી ગૌસ્‍વામી, હાસ્‍ય કલાકાર હિતેશ અંટાળા તથા લોકગાયક રાજ ગઢવી દ્વારા ભવ્‍ય સંતવાણી કાર્યક્રમ થોજાશે. તા. ૨૪ના લોકગાયક ઓસમાન મીર અને લોકગાયક આમિર મીર દ્વારા ભવ્‍ય લોકડાયરો, તા. ૨૫ માર્ચે પ્રેરક વક્‍તા મનીષ વઘાસિયા દ્વારા શિવનો સંદેશ કાર્યક્રમ તેમજ તા. ૨૬ માર્ચે/લોકગાયક આશિષ વધાસિયા, લોકગાયિકા ચાંદની પટેલ અને લોકગાયક અમિત કયાડા દ્વારા ભવ્‍ય લોકડાયરો યોજાશે. મહાપ્રસાદનો લાભ લેવા અનુરાુધ રાયો છે.

મહોત્‍સવ દરમિયાન દરરોજ સાંજે હરિદ્વારના પરંપરાગત બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્‍ચાર વચ્‍ચે ભવ્‍ય અને દિવ્‍ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવશે, જે ભક્‍તોને અનન્‍ય આધ્‍યાત્‍મિક અનુભૂતિ કરાવશે.

આ મહોત્‍સવમાં સંતો, મહતો, સમાજ અગ્રણીઓ તથા શ્રેષ્ઠિઓ ઉપસ્‍થિત રહેશે  સમગ્ર મહોત્‍સવનું લાઈવ પ્રસારણ દિવ્‍યધામ વલારડીની ઓફિશિયલ બ્રા અને યુટયુબ ફેસબુક ચેનલ પરથી કરવામાં આવશે.

દિવ્‍યધામ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા અન્નક્ષેત્ર, જીવમાત્ર સેવા, દિવ્‍યધામ જળ સેવા તથા નિરાધાર પશુઓ માટે ઘાસચારાની વ્‍યવસ્‍થા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે. ઉપરાંત તા. ૧૯ માર્ચથી દિવ્‍યધામ ખાતે ભવ્‍ય દિવ્‍યધામ હેલ્‍થ સેન્‍ટરની લોકકલ્‍યાણ અર્થે શુભારંભ પણ થવાનો છે.

તસ્‍વીરમાં અંકિતભાઇ, વિરલભાઇ, જીજ્ઞેશભાઇ, દિપકભાઇ, બલદેવભાઇ, સંદિપભાઇ અને સુભાષ ૮૦૦૦૦૨૮૬૨૦ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગરથરીયા)

ધાર્મિક કાર્યક્રમોની હારમાળા

તા. ૧૯ નીતિન ગ્રુપ દ્વારા શિવ-શક્‍તિની ઝાંખી, તા. ૨૦ જય રણછોડ ગ્રુપ (ગાંધીનગર) દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ, તા. ૨૧ લોકસાહિત્‍યકાર રાજભા ગઢવી, લોકગાયિકા શ્રુતિ પટેલ અને લોકગાયક માનસિહ ગોહિલ દ્વારા ભવ્‍ય લોકડાયરો, તા. ૨૨ ભવ્‍ય રાસોત્‍સવ તા. ૨૩  ભજનિક ભગવતી ગૌસ્‍વામી, હાસ્‍ય કલાકાર હિતેશ અંટાળા તથા લોકગાયક રાજ ગઢવી દ્વારા ભવ્‍ય સંતવાણી, તા. ૨૪ લોકગાયક ઓસમાન મીર અને લોકગાયક આમિર મીર દ્વારા ભવ્‍ય લોકડાયરો, તા. ૨૫ પ્રેરક વક્‍તા મનીષ વધાસિયા દ્વારા શિવનો સંદેશ કાર્યક્રમ, તા. ૨૬ લોકગાયક આશિષ વઘાસિયા, લોકગાયિકા ચાંદની પટેલ અને લોકગાયક અમિત કયાડા દ્વારા લોકડાયરો.

કથા મહોત્‍સવ દરમ્‍યાન દરરોજ સાંજે હરિદ્વારના બ્રાહ્મણો દ્વારા ભવ્‍ય ગંગા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

 

 

(2:59 PM IST)