<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

રાજકોટ જીલ્લામાં પોલીસની સ્‍કુલ-કોલેજ પાસે તંબાકુ અંગે ડ્રાઇવઃ એક દિ'માં ૪૮૦ કેસ કરી દંડ વસુલ્‍યો

 

રાજકોટ તા. ૧૪: રાજકોટ જીલ્લામાં પોલીસે તંબાકુ અંગે સ્‍પે. ડ્રાઇવ યોજી એક દિ'માં ૪૮૦ કેસ કરી ૯૬,૦૦૦ના દંડની વસુલાત કરી હતી.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લામાં આવેલ સ્‍કુલ/કોલેજ કેમ્‍પસની આસપાસના વિસ્‍તારમાં ગુટખા/તમ્‍બાકુનું વિતરણ કરનારાઓ તેમજ સેવન કરનારા લોકો વિરૂધ્‍ધ તમ્‍બાકુ નિયંત્રણ અધિનીયમ મુજબ અસરકાર કાયદેસર કાર્યવાહી કરવા માટે રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ સ્‍પેશ્‍યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાનમાં સીમરન ભારદ્વાજ મદદનીશ પોલીસ અધિક્ષક ધોરાજી, નવીન ચક્રવર્તી રેપુડી મદદનીશ પોલીસ અધિક્ષક જસદણ, કે. જી. ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ તથા આર. એ. ડોડીયા નાયબ પોલીસ અધિક્ષક જેતપુર માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના દરેક પોલીસ સ્‍ટેશનમાં અલગ અલગ પોલીસ ટીમો બનાવી ટીમો ડીવીઝન વાઇઝ તમ્‍બાકુ નિયંત્રણ અધિનીયમ મુજબ કામગીરી કરવામાં આવેલ છે.

ગોંડલ ડીવીઝનમાં ગોંડલ સીટી-એ ડિવીઝન પોલીસે૧પ કેસ કરી ૩૦૦૦/- રૂા., ગોંડલ સીટી-બી ડિવીઝન પોલીસે રર કેસ કરી ૪૪૦૦/- રૂા., ગોંડલ તાલુકા પોલીસે ૦ર કેસ કરી ૪૦૦/- રૂા., સુલતાનપુર પોલીસે ૧૮ કેસ કરી ૩૬૦૦/- રૂા., કોટડાસાંગાણી પોલીસે ૧૪ કેસ કરી ર૮૦૦/- રૂા., શાપર (વે.) પોલીસે ૪પ કેસ કરી ૯૦૦૦/- રૂા. તેમજ વિંછીયા પોલીસે રર કેસમાં ૪૪૦૦/- રૂા., ભાડલા પોલીસે ર૦ કેસમાં ૪૦૦૦/- રૂા., જસદણ પોલીસે ર૭ કેસમાં પ૪૦૦/- રૂા., આટકોટ પોલીસે ૩૦ કેસમાં ૬૦૦૦/- રૂા.ના દંડની વસુલાત કરી હતી.

તેમજ જેતપુર સીટી પોલીસે ૧૬ કેસમાં ૩ર૦૦/- રૂા., જેતપુર ઉદ્યોગનગર પોલીસે ર૦ કેસમાં ૪૦૦૦/- રૂા., જેતપુર તાલુકા પોલીસે ર૦ કેસમાં ૪૦૦૦/- રૂા., વિરપુર પોલીસે ૧૦ કેસમાં ર૦૦૦/- રૂા., જામકંડોરણા પોલીસે ૧પ કેસમાં ૩૦૦૦/- રૂા. અને ધોરાજી સીટી પોલીસે રપ કેસમાં પ૦૦૦/- રૂા., ધોરાજી તાલુકા પોલીસે ૩૦ કેસમાં ૬૦૦૦/- રૂા., ઉપલેટા પોલીસે રપ કેસમાં પ૦૦૦/- રૂા., ભાયાવદર પોલીસે ૦૪ કેસમાં ૮૦૦/- રૂા. તથા પાટણવાવ પોલીસે ૧૦ કેસ કરી ર૦૦૦/- રૂા.ના દંડની વસુલાત કરી હતી.

(3:59 PM IST)