<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ટ્રમ્‍પની દાદાગીરી અને ચાણકયનિતી વચ્‍ચેનું યુગલગીત....‘ચલ બૈઠ જા! બૈઠ ગયી! ચલ ખડી હો જા!! ખડી હો ગયી!! ચલ ઘુમ જા! ઘુમ ગઇ!! જરા ઝુમ જા!! ઝુમ ગઇ!!!

એક અણગમતુ સત્‍ય જેનો સ્‍વીકાર થવાની નિખાલસતા છે? : કહેવાનું તાત્‍પર્ય એ છે કે આપણે કેટલુ ઓઇલ? અને કેટલા સમય માટે ખરીદવુ ? તે પણ ટ્રેમ્‍પ નકકી કરશે ? કા ભાઇ શું કામ ? : વારંવાર અને સતત વિદેશનીતીનું અને નેતૃત્‍વનું ટ્રમ્‍પ સામે થતું અવમુલ્‍યન રૂપિયાના ડોલર સામે થતા અવુમુલ્‍યન કરતા કયાંય વધુ ખતરનાક અને જોખમી પરીબળ બની ગયુ છે તેમ નથી લાગતુ? : આ તબક્કે એક લાગણી વ્‍યકત કરવાનું મન છે કે દેશને બીજા નેહરૂની જરૂર હરગીઝ નથી, હિન્‍દી ફિલ્‍મ ‘‘શોલે''ના લાજવાબ ડાયલોગ ‘‘હમ યહાં આયે થે ઉસ બહાદુર ઇન્‍સપેકટર કે લિયે, વો........ કે લીયે નહિ'' જનતાએ નેતૃત્‍વ પરિવર્તન કરી જોરદાર, અડીખમ, નેતૃત્‍વની વ્‍યાજબી આકાંક્ષા સેવી છે. આ આકાંક્ષા પુરી થશે ?

હાલમાં એટલે કે વર્તમાન વૈશ્‍વીક રાજનીતીની અંત્‍યત અટપટી અને પ્રવાહી તાસીરે કેટલીક નહી પણ ઘણીબધી શંકાઓ આમ ઇન્‍સાનના મનમાં અને બોૈધિકોના દિલો- દિમાગમાં હાવી થઇ ગઇ છે. અમેરીકા એટલે ટ્રમ્‍પની છડેચોક (એપેસ્‍ટિન ફાઇલના સંદર્ભે!!), દાદાગીરી (ટેરીફની બાબતમાં) ઘ્‍વેષભાવ (આપણા હિન્‍દુસ્‍તાન માટે), વગેરે વગેરે તમામ બાબતોમાં આપણે દેશ અને સતાધીશો ચુપ કેમ છે? વળતો જડબાતોડ જવાબ આપણે શા માટે નથી આપતા? કે નથી આપવા માંગતા? (જે ગણો તે અને જે માનો તે?)

આપણો દેશ ૧૫૦ કરોડની મહાકાય વસ્‍તીના કારણે ગોૈરવ લઇ શકતા હોઇએ તો આ જ તાકાતના જોરે વળતો જવાબ આપવામાં કોણ રોકે છે? અમેરીકા હોય કે યુરોપ કે GCC હોય, પારસ્‍પરીક ફાયદાના ધોરણે જ માત્રને માત્ર આ ક્ષેત્રમાં ‘‘સાપ અને નોળિયાની મૈત્રીભરી શતરંજ''ના પ્‍યાદા ગોઠવાતા હોય છે. આ ઉઘાડુ સત્‍ય છે. એનો મતલબ એ હરગીઝ નથી કે આપણે ટ્રમ્‍પની કે કોઇની પણ દાદાગીરી બરદાસ્‍ત સ્‍હેજ પણ સહન કરવી જોઇએ? (કોઇ શક?)

પરંતુ હાલમાં તો મંઝર કંઇ અલગ જ બયાન કરે છે, અને તે એ છે કે દાદાગીરી સહન કરવાના અને તેને કુટનિતિ અને ચાણકયનિતિના રૂપાળા નામ નિચે જસ્‍ટીફાઇડ કરવાનો જે ઉપક્રમ!! જાહેરમાં ચાલી રહયો છે તે સામે બધા જ દેશપ્રેમી (ક્રીકેટના સંદર્ભમાં નહી જ!!) વ્‍યકિતઓને ભારે રંજ અને દુખ છે જે લાગણી સત્તાધીશો સુધી પહોંચાડવાની  તકલીફ ? સુધ્‍ધા સરકાર પ્રેરીત મિડીયા સમુહો લેતા નથી કે લેવા માગતા નથી, તે પણ સ્‍વીકારવુ રહયું.

કહેવાનું તાત્‍પર્ય એ છે કે આપણે કેટલુ ઓઇલ કેટલુ ? અને કેટલા સમય માટે ખરીદવુ ? તે પણ ટ્રેમ્‍પ નકકી કરશે ? કા ભાઇ શું કામ ? આત્‍મગૌરવ અને સ્‍વદેશી સ્‍વાભિમાનની વાતો વચ્‍ચેથી ઉભરી આવેલુ એવુ આ અણગમતુ સત્‍ય બધા જ જુએ છે, સમજે છે. ઉપર ટાંકેલી બોલીવુડ ફીલ્‍મની ગીતની પંકતી ભલે હેમામાલીની અભિનિત ફીલ્‍મની હોય પણ યથાર્થનું આબેહુબ વર્ણન કરવામાં યોગ્‍ય છે. તેમ નથી લાગતુ? (પોઇંટ ટુ બી નોટેડ યોર ઓનર)

જી હજુરી, ચાંપલુસી, ચમચાગીરીનું કૃત્‍સિલ વાતાવરણ હવે દેશના સિમાડા વટાવીને આંતરાષ્‍ટ્રીય ક્ષેત્રે સફળતાપુર્વક (?!) પહોચી ગયાનું પ્રજાનો બહુ મોટો વર્ગ માની રહયો છે. ટ્રમ્‍પ ધારે ત્‍યારે ટેરીફ લગાડે, ઘટાડે, પ્રતિબંધો લગાડે, હળવા કરે તો આપણે શું કરવાનું? મંજીરા વગાડવાના છે ??! આ જવાબ ‘ના' માં હોય તેમ મારા સહીતના બધા દેશપ્રેમી નાગરિકો ઇચ્‍છી રહયા છે.

પરંતુ કમનસીબે વાસ્‍તવિકતા જુદી છે તેનો અસ્‍વીકાર થઈ શકે તેમ નથી. હાલમાં થયેલી તમામ ‘મહાકાય મેગા ડીલ' યુધ્‍ધના ઉન્‍માદમાં કયાંય ફેંકાઈ ગઈ છે અને એ.આઈ. ઉપરનું પ્રભુત્‍વ એ.આઈ.ની લાક્ષણિકતા (!) મુનબ ગાયબ થઈ ગયુ છે, પરંતુ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાડમારી, મોંઘવારી, સ્‍ત્રીસુરક્ષા, ભેળસેળ, દારૂ, ડ્રગ, અકસ્‍માતો અને તેની ઉપર બોનસમાં મળતા જ રહેતા કમોત અટકાવવા, રોકવા કંઈ યોજના છે?

આમ ઈન્‍સાન જે ગુજરાતમાં વસે છે, તેને માત્ર સલામતી, સુરક્ષા અને શાંતિ મળે છે. મળી શકે તેમ છે? ન મળતી હોય કે મેળવવી હોય તો કયા સરનામે સંપર્ક કરવા જેવું છે? તે પણ બતાવવું અને દેખાડી દેવાનું ટાંણુ આવી ગયું છે. ફરીથી વાત આંતરરાષ્‍ટ્રીય બાબતો તરફ ડાયર્વટ કરીએ તો ભારતે અત્‍યંત કડક અને આત્‍મવિશ્‍વાસથી કામ લેવાની તાકીદની જરૂરીયાત છે. સમયની માંગ છે, તકાજો છે. તેમ લાગણીથી લાગી રહયું છે. ‘ઈસ્‍ટ ઈંન્‍યિા કંપની' ટાઈપ જો વર્તમાન ધારાધોરણ ચાલુ રાખવા હોય તો પછી બીજું કંઈ કહેવાની કે પછી સમજવાની જરૂર રહેતી જ નથી. તેમ નિખાલસભાવે તમામે સ્‍વીકારવું રહયું. ‘મૌજુદ હાલાત એ તરફ લઈ જાય કે ઘસડી જાય જ્‍યાં, ફટા પોસ્‍ટર નિકલા હીરો ને બદલે ફટા પોસ્‍ટર, નિકલા ઝીરો (!)' જેવો ઘાટ ન થાય કે ન થવા દેવો હોય (જે ગણો તે) તો મક્કમતા, આક્રમકતાની જરૂર છે.

આશિષ યોગેન્‍દ્ર દવે,રાજકોટ

 

(3:58 PM IST)