<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ભારે વિવાદ સર્જનાર વાયરલ વિડીયોના પગલે અનિલ મકવાણાનો ખુલાસો પુછાયોઃ ૩ દિ'માં જવાબ આપો

રાજકોટ, તા.,૧૪: મનપાની ચુંટણીઓની તારીખોની ગમે ત્‍યારે જાહેરાત સંભાવના છે ત્‍યારે પુર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો પૈસા માંગતો મનાતો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.

વિડીયો મુજબ અનિલ મકવાણા અરજદાર પાસે કોઇ કામ અંગે રકમ માંગી રહ્યા છે. તેમણે અરજદારને હું આગામી ચુંટણી લડવાનો છું તેમ પણ કહ્યું હતું તેમણે ગેરકાયદે બાંધકામ અંગે અરજી પાછી ખેંચવા ૩ લાખની માંગ કરી હતી. તેવી વાતો-વિડીયો વાયરલ થયો છે.

આ વાયરલ વિડીયો અંગે શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેએ આવો વિડીયો ધ્‍યાને આવ્‍યાનું જણાવ્‍યું હતું તેમણે વધુમાં જણાવ્‍યુ હતું કે, પાર્ટી દ્વારા વાયરલ વિડીયો અંગે તપાસ કરવામાં આવશે.

ડો. માધવ દવેએ ઉમેર્યુ હતું કે , જો વિડીયોમાં થયેલ ચર્ચા મુજબ આવું કૃત્‍ય કરવામાં આવ્‍યું હશે તો કડક પગલા લેવામાં આવશે.

દરમિયાન શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે એ આ વાયરલ વિડીયોના પગલે ભાજપના સક્રિય કાર્યકર અને પુર્વ કોર્પોરેટર  અનિલ મકવાણાને રૂબરૂ મળી આ બાબતે ૩ દિ'માં ખુલાસો માંગતી નોટીસ હાથોહાથ આપી છે. નોટીસમાં કહયું છેકે જે વિડીયો વાયરલ થયો છે તે અંગે ૩ દિવસમાં જવાબ-આપો નહિ તો આગળની કાર્યવાહી હાથ ધરાશે.

વાયરલ થયેલા બે વિડીયો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્‍યા છે. ત્‍યારે ચૂંટણી માથે હોય ખુલાસો માંગતી નોટીસ બાદ શું પગલા લેવાશે તે તરફ સહુની મીટ મંડાયેલ છે. 

(3:22 PM IST)