તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Sunday, 15th March 2026
રાજકોટ શહેર ભાજપ સોશિયલ મીડિયા સેલના સભ્યોની મહત્વની વરણી: ડો. માધવ દવે અને અનિરૂદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ નવા હોદ્દેદારોની નિમણૂક સાથે સંગઠન મજબૂત કરાયું
શ્યામ ડાભી દ્વારા સોશિયલ મીડિયા સેલના ૧૩ કાર્યકરોની યાદી જાહેર: કારોબારી સભ્યો અને સહ-ઈન્ચાર્જની નિમણૂકનો તત્કાલિક અમલ, પક્ષના પ્રદેશ નેતૃત્વને જાણ કરાઈ

રાજકોટ: ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા સંગઠનલક્ષી પ્રક્રિયાને વેગ આપતા સોશિયલ મીડિયા સેલના સભ્યોના નામોની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મહાનગરના અધ્યક્ષ ડો. માધવ દવે તથા રાજકોટ મહાનગરના પ્રભારી અનિરૂદ્ધભાઈ દવે સાથે વિસ્તૃત વિચારણા અને ચર્ચાઓના અંતે આ નામો પર આખરી મહોર મારવામાં આવી છે. રાજકોટ મહાનગર સોશિયલ મીડિયા સેલના કન્વીનર શ્યામ ડાભી દ્વારા આ નવી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેનો તત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે.
આ નવી નિમણૂકમાં શહેરના વિવિધ વોર્ડ અને મંડળના સક્રિય કાર્યકરોને સ્થાન આપીને સોશિયલ મીડિયાની જવાબદારી સોંપવામાં આવી છે. જાહેર કરાયેલી યાદી મુજબ નિમણૂક પામેલા હોદ્દેદારોની વિગત નીચે મુજબ છે:
સહ-ઈન્ચાર્જ તરીકેની જવાબદારી:
સેલમાં સહ-ઈન્ચાર્જ તરીકે વોર્ડ નં. ૨ માંથી પુષ્પકકુમાર જૈન અને વોર્ડ નં. ૧૪ માંથી અમિતભાઈ બાવળિયાની નિમણૂક કરવામાં આવી છે.
કારોબારી સભ્યો તરીકે ૧૧ સભ્યોની વરણી:
પક્ષ દ્વારા વિવિધ મંડળના ૧૧ કાર્યકરોને કારોબારી સભ્ય તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં:
* શુભમભાઈ વરીયા (વોર્ડ-૩)
* મિહિરભાઈ ગોંડલીયા (વોર્ડ-૧૨)
* હેમલભાઈ વ્યાસ (વોર્ડ-૯)
* પરાગભાઈ સંચાણીયા (વોર્ડ-૧૪)
* રાજદીપભાઈ શાહ (વોર્ડ-૧૦)
* અરવિંદભાઈ પાનસુરીયા (વોર્ડ-૧૮)
* અમિતભાઈ જાવીયા (વોર્ડ-૧૩)
* હિમાંશુભાઈ બારોટ (વોર્ડ-૧૬)
* દર્શનભાઈ કાછડીયા (વોર્ડ-૨)
* જયભાઈ વડગામા (વોર્ડ-૧૮)
* જીતુભાઈ રાવલ (વોર્ડ-૧)
આ નિમણૂકોની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી (સૌરાષ્ટ્ર ઝોન) અનિરૂદ્ધભાઈ દવે, પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી અને સહ-પ્રભારી ત્રિકમભાઈ છાંગાને રવાના કરવામાં આવી છે.
આગામી સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પક્ષની કામગીરી અને સરકારની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા માટે આ નવી ટીમ કાર્યરત થશે.
(12:38 AM IST)










