તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 16th March 2026
કલેકટર-DSOનો સપાટોઃ ૨ લાખની કિંમતના ૧૧૦ ઘરેલૂ બાટલા સીઝ
શનિ-રવી રાજકોટ ઉપરાંત લોધીકા-કોટડાસાંગાણી-ગોંડલ-ઉપલેટા-ધોરાજી-જેતપુર ક્ષેત્રમાં ૫૦ ટીમો ઉતરી પડી... : ૧૮ ગેસ એજન્સીમાં પણ દરોડાઃ દરેક એજન્સીમાં નાયબ મામલતદાર-મહેસૂલી કાર્યવાહી-પોલીસ તૈનાત કરી દેવાઇ

રાજકોટ તા.૧૬: મધ્ય પૂર્વ એશિયાઈ વિસ્તારમાં યુદ્ધની પ્રવર્તમાન પરિસ્થિતમાં લોકોને યોગ્ય માત્રામાં ઘરેલુ ગેસ પુરવઠો મળી રહે તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ તેમજ જિલ્લા પુરવઠા અધિકારી આશિષ ઝાપડાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના તમામ મામલતદારદ્વારા જુદી જુદી ટીમો બનાવી ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે લોધીકા-કોટડા સાંગાણી-ગોંડલ વગેરેમાં કુલ રૂ. ૨,૦૭,૧૩૮ કિંમતના ગેસ સિલિન્ડર સીઝ કરાયા છે.
વિવિધ ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ટી-સ્ટોલ, ફરસાણ સ્ટોર, નાસ્તા હાઉસ તથા ફાસ્ટ ફૂડ સ્ટોર ખાતે ઘરેલુ ગેસ સિલિન્ડરના વપરાશ બાબતે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
જેમાં ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બિલિયાળા ગામેથી મામલતદાર ગોંડલ (ગ્રામ્ય) દ્વારા ૧૫ નંગ ભરેલા તથા ૧૦ નંગ ખાલી મળી કુલ ૨૫ ઘરેલુ ગેસ સિલિન્ડર, કુલ રૂ. ૪૫,૪૧૦/- ના જથ્થા સાથે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે. ઉપરાંત, જુદી-જુદી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વધુ ૫ નંગ ઘરેલુ ગેસ સિલિન્ડર, કુલ રૂ.૧૧,૦૩૮/- ના જથ્થા સાથે સીઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે.
વધુમાં, ગોંડલ શહેર વિસ્તારમાં મામલતદાર ગોંડલ દ્વારા ગેરકાયદેસર રીતે ઘરમાં સંગ્રહ કરેલા રિલાયન્સ કંપનીના ૩૮ નંગ ખાલી ગેસ સિલિન્ડર, કુલ રૂ. ૬૩,૪૦૦/- ના જથ્થા સાથે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે.
લોધીકા તાલુકાના મેટોડા GIDC વિસ્તારમાં આવેલ પરિશ્રમ રેસ્ટોરન્ટની તપાસણી દરમ્યાન મામલતદાર લોધીકા દ્વારા ગળહ વપરાશના ૧૦ નંગ ગેસ સિલિન્ડર ગેરરીતે વપરાશમાં હોવાનું જણાઈ આવતા તે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે, જેની કુલ કિંમત રૂ. ૨૪,૫૭૪/- થાય છે.
મામલતદાર કોટડા સાંગાણી દ્વારા કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામે જયદીપભાઈ વિનોદભાઈ આંબલીયા પાસેથી ૧ નંગ ભરેલો ઘરેલુ ગેસ સિલિન્ડર અનધિકળત રીતે મળી આવતા તે સિઝ કરી એન્જલ ગેસ એજન્સી, શાપર (વેરાવળ) ને સોંપવામાં આવ્યો છે, જેની કુલ કિંમત રૂ. ૩,૦૫૮/- થાય છે.
ઉપરાંત, મામલતદાર કોટડા સાંગાણી દ્વારા કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે મહાવીર પાવભાજી નજીક આવેલ એક ઘરમાંથી ગેરરીતે સંગ્રહ કરેલા ૩૧ નંગ ખાલી ઘરેલુ ગેસ સિલિન્ડર મળી આવતા તે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે, જેની કુલ કિંમત રૂ. ૫૯,૬૫૮/- થાય છે.
આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં કુલ ૧૮ ગેસ એજન્સીઓની તપાસણી હાથ ધરવામાં આવી છે. તેમજ જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ અને ગોડાઉનમાં નાયબ મામલતદારશ્રી (પુરવઠા – SAK) ની દેખરેખ હેઠળ દરેક એજન્સી તથા ગોડાઉન દીઠ ૧ મહેસુલી કર્મચારી સાથે ૧ પોલીસ જવાનને સુચારુ સંચાલન અર્થે મુકવામાં આવ્યા છે.
(2:33 PM IST)










