News of Monday, 16th March 2026
સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથીક સારવારનો કેમ્પ યોજાયો

રાજકોટ : અહિં સાધુ વાસવાણી રોડ પર ચંદ્રમોૈલેશ્વરના મંદિર ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ યુનિવર્સિટી રોડ રાજકોટ દ્વારા આયુષ મેળો ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું.
આયુષ મેળા ૨૦૨૬નું ઉદઘાટન વૈદ્ય જયેશ પરમાર નિયામક શ્રી આયુષ ગુજરાત તથા ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ તથા પૂર્વ કોર્પોરેટરો કમલેશભાઈ વિરાણી, પુષ્કરભાઇ પટેલ, જીતુભાઈ કોટડીયા, શ્રીમતી દક્ષાબેન વરસાણી અને શ્રીમતી આશાબેન ઉપાધ્યાય ચંદ્રમૌલેશશ્વર મહાદેવના ટ્રસ્ટી વિજયસિંહ તલાટીયા તથા કુલદીપસિંહ જાડેજા, સગલયા ભાઈ વીરાજીભાઈ ચાવડા તથા કાંતિભાઈ હાજર રહેલ.
આ કેમ્પમાં આયુર્વેદ તથા હોમિયોપેથી ની સારવારનો ૬૫૦ કરતા વધારે દર્દીઓએ લાભ લીધેલ.
આયુષ પ્રદર્શન કે જેમાં પંચકર્મનું પ્રદર્શન મીલેટનું પ્રદર્શન રસોડાના ઔષધો વનો ઔષધીનું પ્રદર્શન તથા હોમિયોપેથિક પ્રદર્શનની બે હજારથી વધારે લોકોએ મુલાકાત લઈ માર્ગદર્શન મેળવેલ. કેમ્પના તબીબો દ્વારા આ અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવતું હતું ૧૬૪ જેટલા લોકોએ યોગ શિબિરમાં ભાગ લીધેલ. જેમાં જુદા જુદા યોગ પ્રાણાયામ અને આસનો કરાવવામાં આવ્યા હતા અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
કેમ્પમાં પ્રકળતિ પરીક્ષણ અને સ્વસ્થ વળત અને ડાયાબિટીસ તથા બ્લડપ્રેશરનું ફ્રી ચેકપ કેમ્પમાં ૬૩૦ કરતા વધારે લોકોએ લાભ લીધેલ. કેમ્પમાં ઇમ્યુનિટી માટે માર્ગદર્શનનો ૪૦૦ કરતા વધારે લોકોએ લાભ લીધેલ. સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય પંચકર્મ ચૈતાલીબેન જયેશભાઈ પરમાર દ્વારા ટ્રસ્ટીગણ અને કેમ્પને સફળ બનાવવા માં સહયોગ આપનાર સર્વેનો આભાર વ્યક્ત કરેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(2:20 PM IST)










