News of Monday, 16th March 2026
નોકરીનો ખજાનો આવ્યોઃ સપનું સાકાર કરવા જલ્દી અરજી કરોઃ દોડો...દોડો...
સમગ્ર ભારતમાં વિવિધ જગ્યાએ હજ્જારો ભરતી : ઇન્ડિયન રેલ્વે, આઇ.ડી.બી.આઇ. બેન્ક, ઇન્ડિયન આર્મી તથા ઇન્ડિયન નેવીમાં વિવિધ કેડરમાં પુષ્કળ જગ્યાઓઃ અગિ્નવીર તરીકે જોડાવાની તક * ફીટર, વેલ્ડર, ટર્નર, મશીનીસ્ટ, ઇલેકટ્રોનિકસ મિકેનિક, વાયરમેન, ઇલેકટ્રીશ્યન, પ્લમ્બર, પેઇન્ટર, ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, કમ્પ્યુટર ઓપરેટર, પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ, ડ્રાફટસમેન, સ્ટેનોગ્રાફર, ફોર્જર એન્ડ હીટ ટ્રીટર, જુનિયર આસી. મેનેજર, આસીસ્ટન્ટ મેનેજર, જનરલ ડયુટી એમ્પ્લોઇ, ટેકિનકલ કલાર્ક, સ્ટોરકીપર, ટ્રેડમેન, સોલ્જર ફાર્મા, નર્સિંગ આસીસ્ટન્ટ, મિલટ્રી પોલીસ, સિનિયર સેકન્ડરી તથા મેટ્રીક રીક્રુટ સહિતની પોસ્ટ ઉપર રોજગારી ઉપલબ્ધ થશે.

રાજકોટ તા. ૧૬ :.. જ્ઞાન, માહિતી, ટેકનોલોજી અને ઉચ્ચ શિક્ષણના આજના ફાસ્ટ ફોર વર્ડ યુગમાં આજનું યુવાધન સતત નોકરી મેળવવા માટે આતુર હોય છે. નોકરી મેળવવાનું સપનુ સાકાર કરવાનો સમય હાલમાં ચાલી રહ્યો છે. તેમ કહેવું જરા પણ ખોટું નહીં હોય. સમગ્ર ભારતમાં વિવિધ જગ્યાઓએ હાલમાં અલગ-અલગ કેડરમાં પુષ્કળ ભરતી થઇ રહી છે. વિવિધ ક્ષેત્રે હાલમાં જયાં નોકરીઓ ઉપલબ્ધ છે. તેની ઉપર એક નજર કરીએ તો...
* ઇન્ડિયન રેલ્વેના રેલ્વે રીક્રુટમેન્ટ સેલ-વેસ્ટર્ન રેલ્વે દ્વારા સેંકડો એપ્રેન્ટીસની ભરતી ચાલી રહી છે, જેમાં ઓનલાઇન અરજી તા. ર૩-૩-ર૦ર૬ સાંજે પ વાગ્યા સુધી થઇ શકે છે.
ઓન લાઇન અરજી કરવા માટે
https://www.rrc-wr.com
વેબસાઇટ ઉપર જઇને ભરતી વિશેની પણ સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. ૧પ થી ર૪ વર્ષની ઊંમર ધરાવતા અને પ૦ ટકા સાથે ધોરણ ૧૦ પાસે કે પછી iti (આઇટીઆઇ) પાસ, ncvt દ્વારા અપાયેલ નેશનલ ટ્રેડ સર્ટીફીકેટ ધરાવનાર ઉમેદવારો અરજી કરી શકે છે. એસ. સી., એસ.ટી., ઓબીસી, પીડબલ્યુડી, એકસ સર્વિસમેન સહિતના રીઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે નિયમ મુજબ ઊંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે.
એપ્રેન્ટીસ તરીકે જે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેમાં ફીટર, વેલ્ડર, ટર્નર, મશીનીસ્ટ, ઇલેકટ્રોનિકસ મિકેનિક, વાયરમેન, ઇલેકટ્રીશ્યન, પ્લમ્બર, પેઇન્ટર, ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, કમ્પ્યુટર ઓપરેટર, પ્રોગામીંગ આસીસ્ટન્ટ, ડ્રાફટસમેન, સ્ટેનોગ્રાફર, ફોર્જર એન્ડ હીટ ટ્રીટર વિગેરેનો સમાવેશ થાય છે.
* ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (idbi) બેન્ક દ્વારા ૧૯-૩-ર૦ર૬ ની છેલ્લી ઓન લાઇન અરજી તારીખ સાથે જુનિયર આસીસ્ટન્ટ મેનેજર તથા આસીસ્ટન્ટ મેનેજરની કુલ ૧૩૦૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ગ્રેજયુએટ થયેલા ઉમેદવારો અરજીપાત્ર છે. જુનિયર આસીસ્ટન્ટ મેનેજર માટે ર૦ થી રપ વર્ષ તથા આસીસ્ટન્ટ મેનેજર માટે ર૧ થી ૩૦ વર્ષ વય મર્યાદા રાખેલ હોવાનું જાણવા મળે છે. નિયમ મુજબ રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને ઊંમરમાં છૂટછાટ મળવાપાત્ર હોઇ શકે છે. અરજી કરવા માટે idbibank.in ઉપર જઇ શકાય છે.
ઇન્ડીયન આર્મીમાં અંદાજે રપ હજાર જેટલી જગ્યાઓ ઉપર અગિ્નવીર તરીકે ભરતી થઇ રહી છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ એક એપ્રિલ ર૦ર૬ છે. ઓનલાઇન અરજી કરવા માટે JOININDIANARMY.NIC.IN ઓફીશ્યલ વેબસાઇટ ઉપર જઇ શકાય છે. ધોરણ ૧૦ અને ૧ર પાસ તથા આઇટીઆઇ પાસ સાડા સતર વર્ષથી ર૧ (એકવીસ) વર્ષ સુધીના ઉમેદવારો અરજી પાત્ર છે. નિયમ મુજબ રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે. ઇન્ડીયન આર્મીમાં અગિ્નવીર તરીકે જનરલ ડયુટી એમ્પ્લોઇ, ટેકનીકલ પોસ્ટ કલાર્ક, સ્ટોરકીપર, ટ્રેડમેન, સોલ્જર ફાર્મા, નર્સીંગ આસીસ્ટન્ટ, મિલ્ટ્રી પોલીસ સહિતની જગ્યાઓ ભરવામાં આવનાર છે.
ઇન્ડીયન નેવીમાં અપરણીત પુરૂષો તથા મહિલાઓની અગિ્નવીર તરીકે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૬-૪-ર૦ર૬ છે. ઓનલાઇન અરજી કરવા માટે તથા સંપુર્ણ માહીતી માટે WWW. JOININDIANAVY. GOV.IN તથા WWW.SSC. GOV.IN વેબસાઇટ ઉપર જઇ શકાય છે. સીનીયર સેકન્ડરી રીક્રુટ(SSR) અને SSR (મેડીકલ) તથા મેટ્રીક રીક્રુટ સંદર્ભે મેથમેટીકસ, ફીઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી વિષય સાથે ધોરણ ૧ર માં પ૦ ટકા મેળવનાર ઉમેદવારો અરજીપાત્ર છે. ઉપરાંત અમુક પોસ્ટ માટે ધોરણ ૧૦ પાસ, ડીપ્લોમાં હોલ્ડર તથા બે વર્ષનો વોકેશનલ કોર્ષ કરનાર વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. ઉજજવળ ભવિષ્યના નિર્માણ તરફ લઇ જતી સમાજોપયોગી-જીવનોપયોગી હજારો નોકરીઓનો ખજાનો હાલમાં ઉપલબ્ધ છે ત્યારે યોગ્ય
લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો, જલ્દી અરજી કરી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપેજ છે. સૌને ઓલ ધ બેસ્ટ. કોઇપણ જગ્યાએ નોકરી માટે અરજી કરતા પહેલા ભરતી વિશેની સંપુર્ણ માહિતી રૂબરૂ, વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા કે અન્ય કોઇ સોર્સ મારફત જાણી લેવી હિતાવહ છે કે જેથી કોઇપણ ફેરફાર સાથેની લેટેસ્ટ અપડેટેડ ઇન્ફર્મેશન મળી શકે. સંજોગોવસાત જાહેરાતમાં ફેરફાર પણ થઇ શકે છે.
(2:22 PM IST)










