<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

શક્‍તિ એજયુકેશન અને વુમન કલબ દ્વારા કાલે બેસ્‍ટ વુમન એવોર્ડ સમારોહ

જુદા જુદા ક્ષેત્રે પ્રદાન કરનાર ૫૧ બહેનોને એવોર્ડ અપાશે

રાજકોટ તા. ૧૬ : શક્‍તિ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિવિધ ક્ષેત્રે કામ કરતા બહેનોને પ્રોત્‍સાહિત કરવા આવતીકાલે તા. ૧૭ના મંગળવારે એવોર્ડ એનાયત સમારોહ યોજવામાં આવ્‍યો છે.

ઇવનીંગ પોસ્‍ટ, જિલ્લા બેંકની બાજુમાં કાલે તા.૧૭ના મંગળવારે સાંજે પ.૩૦ વાગ્‍યા યોજાનાર ‘બેસ્‍ટ વુમન એવોર્ડ' સમારોહમાં જુદા જુદા ક્ષેત્રે સમાજ લક્ષી પ્રદાન કરનાર ૫૧ બહેનોને એવોર્ડ આપી સન્‍માનીત કરાશે. આ દરમિયાન બહેનો દ્વારા તલવાર રાસની પ્રસ્‍તુતી કરાશે.

કાર્યક્રમમાં મહેમાન તરીકે સાંસદ પરસોતમભાઇ રૂપાલા, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી વગેરે ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા  શક્‍તિ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ જયપાલસિંહ ઝાલા (મો.૯૬૩૮૮ ૨૬૧૧૧), ઉપપ્રમુખ વિજયભાઇ આહીર, શક્‍તિ વુમન કલબના પ્રમુખ હેમાબેન કકકડના માર્ગદર્શન હેઠળ હરનેશભાઇ સોલંકી, મનસુખભાઇ મકવાણા, અજયભાઇ બારોટ, કિશનભાઇ પંચાલ, ઉત્‍સવભાઇ પરમાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જયપાલસિંહ ઝાલા, વિજયભાઇ આહીર અને હેમાબેન કકકડ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

 

(2:27 PM IST)