<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

નવનાત વણિક સમાજ દ્વારા ૨૯મીએ રાજકોટમાં પરિચય મેળો

પ્રથમ મેળો ભાવનગરમાં સફળ રહેતા દ્વીતીય આયોજન : ૨૫ માર્ચ સુધી રજીસ્‍ટ્રેશનની તક

રાજકોટ તા. ૧૬ : વણિક સમાજના અલગ અલગ ફીરકાઓને એક મંચ ઉપર લાવવાના હેતુથી કામ કરતા નવનાત વણિક સમાજ દ્વારા આગામી તા. ૨૯ માર્ચના રવિવારે દ્વીતીય વેવીશાળ પરિચય મેળો રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નવનાત વણિક સમાજના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે પ્રથમ પરિચય મેળો ભાવનગર ખાતે યોજેલ તેની સફળતાથી પ્રેરાઇને હવે બીજો પરિચય મેળો તા.૨૯ના રવિવારે રાજકોટ ખાતે હોટલ કાવેરી ખાતે યોજેલ છે. આ માટેનું રજીસ્‍ટ્રેશન તા. ૨૫-૩-૨૦૨૬ સુધી કરાવી શકાશે.

દીકરા-દીકરીના વેવીશાળનો પ્રશ્‍ન હાલ પેચીદો બનયો છે. ત્‍યારે સેવાયજ્ઞના ભાગરૂપે આ આયોજન કરાયુ છે. યુવા મેળામાં રાજકોટ દીકરા-દીકરી ડીવોર્સી  ટોટલ ૧૦૦ સુધીની સંખ્‍યા મર્યાદા રાખેલ છે. બાયોડેટા કલર કોપીમાં સંસ્‍થાના મો.૯૮૯૮૭ ૫૨૭૬૦ ઉપર મોકલવા જણાવાયુ છે.

રૂ.૩૨૦ રજીસ્‍ટ્રેશન માટે ભરવાથી વોટસએપ સંગ્રહાલયમાં ૧ વર્ષ જોઇનીંગ થશે. ભાઇઓ માટે રજીસ્‍ટ્રેશન ફી રૂ.૬૦૦ જેમાં ફુડ પાસ સામેલ છે. દીકરીઓને રજીસ્‍ટ્રેશન કરાવ્‍યા બાદ યુવા મેળામાં આવે ત્‍યારે ભરેલા રૂ.૩૨૦+૬૦૦ મળી ૯૨૦ પરત આપી દેવાશે.

સંસ્‍થા ૧૫૦૦૦ સદસ્‍યતાથી વધારી ત્રીજા વર્ષમાં ૩ લાખ સદસ્‍યો કરવાનો લક્ષ્યાંક રાખે છે. જેમાં સહકાર આપવા વધુને વધુ સંખ્‍યામાં સદસ્‍યતા નોંધાવવા અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગણો વર્ણવતા નવનાત વણિક સમાજના પ્રતિનિધિઓ યોગેશભાઇ બાવીસી (મો.૯૪૨૭૬ ૭૪૮૪૮), જીજ્ઞેશભાઇ વાગડીયા, સમીરભાઇ ઘોડાદરા, સ્‍વીટીબેન મહેતા, બીનાબેન શેઠ, આશાબેન ગોસલીયા, જીજ્ઞાબેન મહેતા, નરેન્‍દ્રભાઇ સોરઠીયા (કોઇન મેન) , જસ્‍મીનભાઇ દેસાઇ, દેવાંગભાઇ મહેતા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(2:33 PM IST)