<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ભકિત સંગીત અને હિન્‍દી ફિલ્‍મી ગીતોના સમન્‍વય સાથે બુધવારે નવતર સંગીત સંધ્‍યા

રાજકોટ ૧૬ : ભક્‍તિ અને સંગીતનો અનોખો સંગમ કહી શકાય તેવો એક સુરીલી સુર સંધ્‍યાનો કાર્યક્રમ આગામી ૧૮ ના ઇવનીંગ પોસ્‍ટ, ચૌધરી હાઇસ્‍કુલ પાસે નીતા સેન તેમજ અજય રાઠોડ દ્વારા આયોજીત કરાયો છે.

તા.૧૮ માર્ચના સાંજે ૫ થી ૯ ઇવનિંગ પોસ્‍ટ  ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ભજન પણ હશે અને નવા જુના હિન્‍દી ફિલ્‍મી ગીતોની વણજાર પણ હશે. જેમાં ગાયક વૃંદના નીતાસેન રાઠોડ, અજય રાઠોડ, મગનભાઈ ગાલોરિયા, ચંદ્રેશ ફીયડિયા, જુનિયર મિથુન, રોકસ્‍ટાર, જીતેન્‍દ્ર પીઠડીયા, દીનેશ વાળા, સંજીવ વોરા, અમી વોરા, સોનલ બોસમીયા, યોગ પંડયા, લક્ષ્મણ પરમાર, નલિન આહ્યા, બલવંત રાઠોડ, જગદીશ સુરાણી, સાગર હરસુખ પોતાના સુરીલા સ્‍વરનો જાદુ પાથરશે.

તેમજ રંગીલા સાઉન્‍ડ  શૈલેષ ભાઈ, લેપટોપ ઓપરેટર કમલેશ ભારદીયા સહયોગમાં રહેશે. કાર્યક્રમમાં નીતાસેન એકમાત્ર મહિલા ગાયિકા તરીકે રજૂઆત કરશે.

ભજન અને ગીતોના સમન્‍વયરૂપે કાર્યક્રમમાં ‘વાગે ભડાકા ભારી' સહીતના ભજનો ઉપરાંત ‘કોન હલાવે લીમડી' ગુજરાતી ગીત તેમજ ‘મેઘા રે મેઘા રે', ‘ડમ ડમ ડીગા ડીગા', ‘યાદ આ રહા હૈ' જેવા હિન્‍દી ગીતોની રજુઆત થશે.

શહેર ના તમામ ભક્‍તજનો અને સંગીત પ્રેમીઓને આ કાર્યક્રમ માં ઉપસ્‍થિત રહી સંગીત સંધ્‍યાનો આનંદ માણવા જાહેર આમંત્રણ પાઠાવાયુ છે.

કાર્યક્રમમાં મહેમાન તરીકે વિષ્‍ણુ પ્રસાદ દવે (સાંઈરામ દવેના પિતાશ્રી), શ્રી મુલચંદ બાપુ (સિંધી સમાજના અગ્રણી), ભવાનભાઈ પટેલ (ઉગમ ફોજ યોગ પ્રકાશના તંત્રી), ડાયાભાઈ રાઠોડ હીરસાગર દાદા ગુરુ દ્વાર),  દીલીપભાઈ જોશી (સત શ્રી લાભેશ્વર નાથના પુત્ર), રમેશભાઈ સુરાણી (કર્મચારી મંડળ રાજકોટ પ્રમુખ), અતુલ ભાઈ વાજા (હેર કટીંગ એસોસિએશન રાજકોટ પ્રમુખ), શ્રીમતી ભાવનાબેન કલોલા (સેન સમાજ મહિલા પ્રમુખ) લલિત ત્રીવેદી (સંગીતના ભિષ્‍મપિતા), જયેશ ભાઈ ઉપાધ્‍યાય (બોલબાલા ચેરિટેબલ ટ્રસ્‍ટ), સુરેશભાઈ નાર (રિટાયર પોલીસ), પળથ્‍વીરાજસિંહ જાડેજા વગેરે ઉપસ્‍થિત રહેશે. તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રીમતી નીતાબેન રાઠોડ, અજય રાઠોડ, જુનીયર મીથુન, લક્ષ્મણ પરમાર, જીતેન્‍દ્ર પીઠડીયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(3:33 PM IST)